શોધખોળ કરો

Road Accident: ગુજરાત-રાજસ્થાન બૉર્ડર પાસે ઇકો અને બાઈક સામસામે ટકરાયા, 3 ના મોત

Gujarat Rajasthan Border Accident: ગુજરાતમાં અકસ્માતનોની આજે સવારથી જ હારમાળા લાગી છે, ચારથી પાંચ અકસ્માતોમાં 10 થી વધુ લોકોના મોત થયા છે

Gujarat Rajasthan Border Accident: રાજ્યમાં આજે એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે, ચારથી પાંચ ઘટનાઓમાં 10થી વધુ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ સમાચાર છે કે, ગુજરાત અને રાજસ્થાન બૉર્ડર પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલા અને બાળકોને હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. 

ગુજરાતમાં અકસ્માતનોની આજે સવારથી જ હારમાળા લાગી છે, ચારથી પાંચ અકસ્માતોમાં 10 થી વધુ લોકોના મોત થયા છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પુરપાટ ઝડપે દોડી રહેલી ઇકો કાર અને બાઇક વચ્ચે જોરદાર અક્સમાત સર્જાયો હતો, ઇકો કાર અને બાઇક સામસામે ટકરાતા ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માત દરમિયાન ઇકો કાર ગરનાળામાં ખાબકી હતી. અકસ્માતમાં બાઇક ચાલક બન્ને જણાનું મોત થયુ હતુ, ઇકો કાર ડ્રાઇવર પણ મોતને ભેટ્યો હતો. જ્યારે ઇકો કારમાં સવાર મહિલા અને બાળકને ગંભીર રીતે ઇજા પહોંચતા રાજસ્થાનની હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાઇક ચાલક અરવલ્લી જિલ્લાના મલોજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ

ગુજરાતમાં આજે રોડ અકસ્માતની હારમાળા સર્જાઇ છે. જુદી જુદી ઘટનામાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સોથી વધુ ભયંકર ઘટના મોરબી પાસે સર્જાઇ હતી જેમાં 4 લોકો જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ થયા છે.

મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો  હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જેમાં ,ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનો સામવેશ થાય છે. તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે.  પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે.અકસ્માતના કારણે હાઈવે પર  ટ્રાફિકજામ સર્જ્યો હતો.

સમગ્ર અકસ્માત કેવી રીતે સર્જાયો એ વિશે વાત કરીએ તો નોંધનિય છે કે,માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતા ટેન્કરે લેન બદલવા માટે ગયો હતો, જે દરમિયાન પાછળ આવતી  આર્ટિગા કાર ટ્રક સાથે ઘસાતા  આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ટ્રકમાં  અને કારમાં સવાર 2-2 લોકો મોત થયા છે. સાત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માત બાદ ટેન્કર અને કારમાં ફાટી નીકળતા સ્થિતિ વધુ ભયાનક અને ચિંતાજનક બની હતી. ઘટના મોરબીના  સૂરજબારી ટોલ નાકા નજીક બની હતી.  ધટના ની જાણ થતા જ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ઘરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા હતા અને સાતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અકસ્માત એટલો ભયંકર છે કે, ઇજાગ્રસ્તોની સ્થિતિ પણ નાજુક છે, જેથી આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.

સુરતમાં વધુ એક રોડ અકસ્માત

સુરતના ઓલપાડ -સાયણ રોડ પર પણ  અકસ્માત સર્જાયો હતો. માધવ ઇન્ડસ્ટ્રીઝ પાસે બેફામ કાર ચાલકે 2 સાયકલ ચાલકને ઉડાવ્યાં હતા, જેમાં એક સાયકલ પર સવાર બે લોકોના ઘટના સ્થળે  મોત  થયા હતા. જ્યારે અન્ય એક સાયકલ ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટમાં દાખલ કરાયા હતા. અકસ્માત સર્જતા કાર  ગટર માં પલટી મારી ગઈ હતી. ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોચી બંને મૃતદેહને પીએમ માટે  મોકલવામાં આવ્વાં હતા. પોલીસે કાર ચાલકની કરી અટકાયત કરી છે.  

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે અકસ્માત, 3નાં મોત

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે પણ રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 3નાં મૃત્યુ થયા છે. ભેંશલા ગામ પાસે બાઈક અને ઈકો વચ્ચે અકસ્માતમાં બાઇકમાં સવાર  બેના  અને  ઈકો ડ્રાઈવરનું પણ મોત નિપજ્યું હતું.એક બાળક અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે.  ઈજાગ્રસ્તોને રાજસ્થાનની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.  ઈકો કાર ગરનાળામાં ખાબકી હતી. મૃતક બાઈક સવાર મોડાસાના મુલોજ ગામના વતની હોવાનું સામે આવ્યું છે.

તાપીના નિઝરમાં વીજ કરંટથી મોત

તાપીના નિઝરમાં વેલદા ગામની સીમમાં ખેતરમાં વીજ કરંટ લાગતા સુભાષ પટેલ નામના ખેડૂતનું મોત થયું છે.DGVCLની બેદરકારીના કારણે મોત થયાનો આરોપ લગાવ્યો છે. રજૂઆત બાદ પણ વીજ લાઈનનું  મેન્ટેનન્સ ન કરાયાના આક્ષેપો ઉઠ્યાં છે.

 

ટોપ સ્ટોરી

Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે
Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
Embed widget