(Source: ECI/ABP News/ABP Majha)
મોરબી-માળીયા હાઇવે પર કારનું ટાયર ફાટતાં થયો અકસ્માત, 5 લોકોનાં મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત, CMએ સહાયની જાહેરાત કરી
મોરબી-માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્વોદય હોટેલ પાસે સર્જાયો હતો
મોરબી-માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્વોદય હોટેલ પાસે સર્જાયો હતો જેમાં કારનું ટાયર ફાટતાં કાર બીજી ગાડી સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ કારમાં જઈ રહેલા લોકો મોરબીના રઘુવંશી સમાજના લોકો હતો. કારમાં સવાર રઘુવંશી સમાજના એક જ પરિવારના 4 સભ્યો સહિત કુલ 5 લોકોનાં મોત થયાં છે. ઈજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોને 4 લાખ રુપિયાની સહાયઃ
આ ઘટનાની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને થતાં તેમણે મૃતકોને 4 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજારની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ: મણિનગર ડી સ્ટાફના પોલીસકર્મીઓ પર લાખોનો તોડ કર્યાનો મધના વેપારીએ લગાવ્યો આરોપ
અમદાવાદઃ શહેરની પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવાનો મામલે સામે આવ્યો છે. શહેરમાં મધનો વેપાર કરતા એક વેપારીએ મણિનગર ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પર તોડ કર્યા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. શ્રીજી મધના વેપારીએ આ સમગ્ર મામલે પોલીસ કમિશનર, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કરેલી અરજી પણ કરી છે.
CCTV ફુટેજ પોલીસકર્મીઓએ ડિલીટ કર્યાઃ
શ્રીજી મધના વેપારી ગૌરાંગ પટેલે એબીપી અસ્મિતા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, "પીયુષ અને કુલદીપ નામના બે પોલીસકર્મચારીઓ અમારા ઘરમાં ઘુસ્યા હતા ઘરમાં દારુની તપાસ કરવા આવ્યા હોવાનું કહ્યું હતું. આ પોલીસકર્મીઓએ અમારી સાથે બુટલેગરની જેમ વર્તાવ કર્યો હતો. આ સાથે ઘરમાં દારુને તપાસ કરવાના ઢોંગ સાથે શોધખોળ કરી હતી અને દારુનો ધંધો કરવાનો આરોપ અમારા પર લગાવ્યો હતો. અમે તેમને ઘરમાં શોધખોળ કરતાં રોકવા જતાં ઘરમાં મહિલાઓ સામે અપશબ્દો કહ્યા હતા અને પછી અમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ દરમિયાન અમારા ઘરના સીસીટીવીનું ડીવીઆર પણ પોલીસકર્મચારીઓ તેમની સાથે લઈ ગયા હતા અને તમામ ફુટેજ ડિલીટે કરી દીધું હતું."