હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. મેઘરાજા આજે ધબધબાટી બોલાવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે.
મહીસાગર, પંચમહાલ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને કચ્છમાં પણ આજે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 15મી તારીખ બાદ નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો જળમગ્ન થશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
આ તારીખ સુધી વરસાદની આગાહી
ગુજરાતમાં 12 જુલાઇ સુધી ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે. ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી
7 જુલાઈ સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
8 જુલાઈ મંગળવારની આગાહી
આગામી 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સિવાય આગામી ત્રણ દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
આગામી 48 કલાક અતિ ભારે
આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ઘમરોળી નાંખ્યુ છે, જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.