Rain :પંચપર્વ દિવાળીની કાલથી શરૂઆત થઇ જશે. આ દરમિયાન રાજ્યમાં કેવું હવામાન રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલે વરસાદનો   અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલે  તારીખ 14થી 16 દરમિયાન હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી તારીખ 16 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે રાજ્યમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે.


હવામાન નિષ્ણાત અંબાલાલે  ડિસમ્બર સુધી નોંધનિય ઠંડીની શક્યતાને નકારી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો અનુમાન વ્યક્ત કર્યો છે.


હવામાન નિષ્ણાત અંબાલાલની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગીર સોમનાથના તાલાલા અને સાસણમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે.                      
સાસણ,ભોજદે ,ચિત્રોડ બોરવાવ,ધાવા,મોરૂકા,જશાપૂર્, અમૃત્વેલમાં  હળવો વરસાદ થયો છે.


બીજી તરફ ડાંહ જિલ્લામાં પણ વાતાવરમાં અચાનક પલટો આવતા સાપુતારામાં ભારે બફારા બાદ અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો.જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી છે, માળીયા હાટીના ગડોદર ભંડુરી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ  સેવાઇ રહી છે. હાલ જીરુ, મગફળી, સોયાબીન જેવા શિયાળાનું પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે.                              


હવામાન વિભાગે ઠંડીને લઇને શું કરી આગાહી 


હાલ રાજયમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અને દિવસના ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ડિસેમ્બરના અંતમાં શિયાળાની એટલે કે ઠંડીની શરૂઆતની આગાહી કરી છે. આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે વરસાદને લઈને કોઈ શકયતા વ્યક્ત નથી કરી. જો કે કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. દિવસના દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. તેમજ રાત્રી તાપમાનમાં બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે. દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ અને રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો અનુભવ થાય તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.