Rain Forecast :રાજ્યમાં આ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain Forecast : બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા વચ્ચે ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આવતી કાલથી વરસાદનું જોર વધી શકે છે.

Gujarat Rain Forecast : ગુજરાત પર વરસાદ લાવતી બે સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ જામ્યુ છે.હવામાન વિભાગે 18 ઓગસ્ટથી ગુજરાત રિજનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શકયતાને જોતા હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરી આંઘ્રપ્રદેશ અને દક્ષિણી ઓડિશા તટોથી દૂર પશ્ચિમ મધ્ય અને તેની સાથે જોડાયેલા ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્લુલેશનનો પ્રભાવના કારણે લો પ્રેશર એરિયા બન્યો છે.આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમની તરફ વધવાથી આગામી 24 કલાકમાં ભારે વરસાદની શકયતા છે.
આગામી 24 કલાકમાં આ જિલ્લામાં ભારે વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આગામી 4 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સાથે, હવામાન વિભાગે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ અને દીવ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ અને ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે 18 ઓગસ્ટે ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 19 અને 20 ઓગસ્ટે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
18થી 20 ઓગસ્ટ ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે અતિ ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 18થી20 ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે.
19થી 21 તારીખે આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ 19 અને 21 ઓગસ્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે. વરસાદના પ્રમાણને જોતા અહીં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કચ્છમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ એક સિસ્ટમ છતીસગઢ પર બનશે, જે ગુજરાત પર આવશે. જેની અસરથી 18થી 21 તારીખ સુધી અતિ ભારે વરસાદનું અનુમાન છે. અન્ય એક બીજી સિસ્ટમ પણ એક્ટિવ થનાર છે, જેના પગલે 24 ઓગસ્ટથી ફી ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. જેના પગલે 28 ઓગસ્ટ સુધી વરસાદનું અનુમાન છે.





















