Weather  Update:હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ કડકડતી ઠંડી પડવાનો અનુમાન છે.  હાલ 14.5 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું .. તો નલિયા, અમદાવાદ, ડિસા,કેશોદમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 17 ડિગ્રીની નીચે નોંધાયો છે.હવામાન વિભાગના અનુમાન મુજબ પૂર્વ દિશા તરફથી આવતા પવન અને ભેજના કારણે આજે અને આવતીકાલે ભારે કમોસમી વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસી શકે છે.  30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન  ફુંકાઈ શકે છે.તો 26 નવેમ્બર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કમોસમી વરસાદનો અનુમાન છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 27 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં  વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં આજે વાતાવરણ સૂકું રહેશે, આવતી કાલ થી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેશે, 25 અને 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. 3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.રાજ્યભરમાં ધીરે ધીરે  ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ભેજનું પ્રમાણ વધતા ઠંડીનું જોર વધ્યું છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટ્યો છે અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.01 ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરમાં 17.0 ડિગ્રી નોંધાયું. તો રાજકોટ 19 ડિગ્રી ,ભાવનગર 20 ડિગ્રી નોંધાયું  અને નલિયા 16.02 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. હાલ સુરત 21 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું છે.   


IMD એ આજે ​​તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ચેન્નાઈમાં સતત ભારે વરસાદને કારણે શનિવારે શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યા  છે. ચેન્નાઈની આસપાસના વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. આજે કેરળ અને માહેમાં વીજળી અને તેજ પવન (30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે) સાથે વરસાદની શક્યતા છે.


IMD અનુસાર, આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત રાજ્ય, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે. એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.   દરમિયાન, આગામી 4 દિવસ માટે દેશના ઘણા ભાગોમાં ખરાબ હવામાનને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે.