Rain forecast:હવામાન વિભાગની આગાહી મુજબ 21 જુલાઇ સુધી રાજ્યમાં ભારે વરસાદનુ અનુમાન છે. હવામાન વિભાગે વરસાદની તીવ્રતાના અનુમાન મુજબ એલર્ટ જાહેર કર્યું છે.


રાજ્યમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન જાહેર કર્યું છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનો અનુમાન છે. તો  


આજે ક્યાં રેડ એલર્ટ ?                         



  • અમરેલી

  • ભાવનગર

  • વલસાડ

  • દમણ

  • દાદરાનગર હવેલી


હવામાન વિભાગના અનુમાન મુજબ નીચેના વિસ્તારમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદના અનુમાનને લઇને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.


આજે અહીં ઓરેંજ એલર્ટ



  • ગીર સોમનાથ

  • જૂનાગઢ

  • નવસારી

  • દીવ


હવામાન વિભાગે સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.


આજે ક્યા યલો એલર્ટ ?      



  • પોરબંદર

  • રાજકોટ

  • બોટાદ

  • આણંદ

  • વડોદરા

  • ભરૂચ

  • સુરત

  • તાપી

  • ડાંગ


ગઇ કાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો.  સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસતા દેવકા નદીમાં પાણીની ભરપૂર આવક થઇ. નદી કાંઠાના કરમચંદબાપા ચોક, સિંધી વાડી, બીહારી નગર વિસ્તારમા પાણી ઘૂસી ગયા હતા. ગીર સોમનાથમાં વેરાવળમાં બાદલપરા ગામ પાસે આવેલ સરસ્વતી નદીમાં પાણીની જોરદાર આવક થઇ છે. નદીનું જળસ્તર ખતરાના નિશાનની ઉપરત વહેતા નદીના પાણી બ્રિજ પર ફરી વળ્યા છે. પ્રાચીતીર્થમા સરસ્વતી નદીમા ઘોડાપૂર આવતા મોડી રાત્રે ઘાટ પાણીમાં ગરકાવ થઇ ગયો.


ગીર સોમનાથના વેરાવળની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં  જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આઝાદ સોસાયટી, શિવજી નગર, બજરંગ સોસાયટી, હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મકાનમાં રહેલી ઘરવખરીને પણ નુક્સાન થયું છે. ગીર સોમનાથમાં સુત્રાપાડાના પસનાવડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાનીમાં વધારો થયો છે.ગીર સોમનાથના કોડિનારમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં  ઘુંટણસમા પાણી ભરાતા લોકોની હેરાનગતિ વધી છે.


નવસારી જિલ્લામાં પણ વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, નવસારી શહેરમાં ભારે વરસાગના કારણે એસટી ડેપો સહિતન વિસ્તારમાં પાણી ભરાઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી છે.


અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા મોટા મુંજયાસર, સુડાવડ સહિતના ગામોમાં વરસાદી પાણી પાણી ફરી વળ્યાં હતા. અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે ઉપર ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઇ છે.રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ગાજવીજ સાથે પડેલો વરસાદ આફતરૂપ બન્યો અહી કડુકા ગામમાં વીજળી પડવાને કારણે ખેતરમાં કામ કરી રહેલાં પાયલ બેરાણી નામની યુવતીનું મોત થયું છે.