Gujarat Rain Forecast:ગુજરાતના 15 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે.  વરસાદને લઇને 4  જિલ્લામાં ઓરેન્જ, તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યું  છે.સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ.. તો કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ. અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  


મધ્ય ગુજરાતના આણંદ, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ.. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.ગુરૂવારે રાજ્યના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઈંચ, તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે..


અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો  સરેરાશ 6.29 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં 9.84 ટકા, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 8.41 ટકા વરસાદ  વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 6.40 ટકા વરસાદ વરસ્યો છે.  તો મધ્ય ગુજરાતમાં 5.81 ટકા, અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસ્યો 2.94 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.  સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક  રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 38.19 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 પૈકી એક જળાશય સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે .. તો અન્ય જળાશયોમાં હાલ 14.01 ટકા જળસંગ્રહ  છે.


સરદાર સરોવર ડેમમાં હાલ 52.96 ટકા જળસંગ્રહ.. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.45 ટકા, કચ્છના 20 જળાશયોમાં 21.84 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.52 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 31.71 ટકા જળસંગ્રહ છે.


દેશના હવામાનની વાત કરીએ તો રાજધાની દિલ્લી સહિત દેશના કેટલાક રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગનું અનુમાનછે.. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન  ફુંકાઈ શકે છે. આગામી પાંચ દિવસ ઉત્તર બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. દિલ્લી-NCRમાં મોસમનો મિજાજ. બદલતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. . સતત બીજા દિવસે દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ  વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક  ગઇ છે


રાજસ્થાનના સિહોરીમાં ગુરૂવારે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે નદીમાં ટ્રેક્ટર તણાવાનો વીડિયો સામે આવ્યો છે.  જો કે કોઈ જાનહાનીના સમાચાર નથી  નવા નીરથી નદીઓ  ગાંડીતૂર બની છે.રાજસ્થાનના જોધપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો.. અલગ અલગ વિસ્તારો વરસાદી પાણીથી જળમગ્ન થયા.. વરસાદી નાળામાં ડુબી જતા એક યુવકનું  મોત થયું છે. .. યુવકના મોતથી લોકોમાં પ્રશાસનની કામગીરીથી રોષ જોવા મળ્યો છે.


ગુરૂવારે ધીમીધારે વરસેલા વરસાદથી  માયાનગરી મુંબઈના મોસમનો મિજાજ પણ બદલાયો છે. શહેરના અલગ અલગ વિસ્તાર, એયરપોર્ટ નજીકના વિસ્તારોમાં વરસ્યો ધીમીધારે વરસાદ વરસ્યો છે.


બિહારના કિશનગંજમાં ધોધમાર વરસાદ બાદ પાણીના વહેણમાં કનકઈ નદીના પુલનો પિલર ધરાશાયી થયો.. બહાદુરગંજ અને દિધલબેંકને જોડલા પુલનો પીલર જમીનદોસ્ત થતા સ્થાનિકોને હાલાકીમાં વધારો થયો છે. કેરળના કોચ્ચીમાં ભારે વરસાદથી ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે.  ભારે વરસાદથી અલુવા મહાદેવ મંદિર જળમગ્ન થઇ ગયું. .. કેરળના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.