Rain Forecast:હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્ય પર ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. રાજસ્થાન પાસે એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની શક્યતા છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આજે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત આજે વલસાડ, નવસારી,  તાપી, સુરત, નર્મદા, ભરુચ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં આજે વરસાદનું અનુમાન છે. ભાવનગર, સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર ક્યું છે. ભારે વરસાદની આગાહીને લઇને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકામાં સોથી વધું  સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પાંચ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાડા ચાર ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સવા ચાર ઈંચ, જૂનાગઢના માળીયા હાટીનામાં ચાર ઈંચ, બનાસકાંઠાના ભાભોરમાં ચાર ઈંચ,ગીર સોમનાથના તાલાલામાં પોણા ચાર ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા ચાર ઈંચ, જૂનાગઢના મેંદરડામાં પોણા ચાર ઈંચ, અમરેલીના લાઠીમાં પોણા ચાર ઈંચ, રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ, ભાણવડમાં સાડા ત્રણ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સવા ત્રણ ઈંચ,કલાકમાં ખેડાના મહેમદાવાદમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચોટીલામાં પોણા ત્રણ ઈંચ વરસાદ  વરસ્યો છે. અમરેલીના બગસરામાં પોણા ત્રણ ઈંચ, કચ્છના નખત્રાણામાં પોણા ત્રણ ઈંચ,  કચ્છના અંજારમાં અઢી ઈંચ,પોરબંદર તાલુકામાં સવા બે ઈંચ, ખેડાના માતરમાં સવા બે ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ, કચ્છના ગાંધીધામમાં સવા બે ઈંચ,  ખેડા તાલુકામાં સવા બે ઈંચ, પોરબંદરના કુતિયાણામાં સવા બે ઈંચ,  જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.

માંગરોળની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.છેલ્લા 24 કલાકમાં  કચ્છના અબડાસામાં બે ઈંચ વરસાદ પડ્યો છે.  અમરેલીના કુકાવાવમાં બે ઈંચ,મહેસાણાના બેચરાજીમાં બે ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા બે ઈંચ,  આણંદના તારાપુરમાં પોણા બે ઈંચ,  વડોદરાના પાદરામાં પોણા બે ઈંચ,કચ્છના ભચાઉમાં પોણા બે ઈંચ,પાટણના રાધનપુરમાં પોણા બે ઈંચ વરસાદ નોધાયો છે.   

છેલ્લા 24 કલાકમાં રાજકોટના ગોંડલમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે તો ગીર સોમનાથના કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના લાલપુરમાં દોઢ ઈંચ, ધ્રાંગધ્રા,માળીયા, મુળીમાં દોઢ ઈંચ,નડીયાદ, લખપતમાં દોઢ ઈંચ, જૂનાગઢ શહેર, તાલુકામાં દોઢ ઈંચ,રાપર, કલ્યાણપુર, ઓલપાડમાં સવા ઈંચ,જોડીયા, હારીજ, રાજકોટમાં સવા ઈંચ, વાસો, સુત્રાપાડા, સાયલામાં એક એક ઈંચ,દસાડા, સંખેશ્વર તાલુકામાં એક એક ઈંચ, સમી, દાંતા, દેહગામ, તળાજામાં એક એક ઈંચ, દિયોદર, જાફરાબાદ, ઉનામાં વરસ્યો એક એક ઈંચ વરસાદ વરસ્યો છે.