Weather Forecast:હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદના સંકેત આવ્યા છે. વેસ્ટસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી સિસ્ટમ સર્જાતા રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી કમોસમી વરસાદનો અનુમાન છે. આગામી 3 દિવસ  દિવસ છૂટોછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે  દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.  વડોદરા, ભરૂચ અને નર્મદામાં પણ વરસાદ પડી શકે છે. વરસાદ બાદ ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં ઠંડીનો અનુભવ પણ થશે.


હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે  મહીસાગર જિલ્લામાં  છૂટછવાયો વરસાદ પડ્યો છે.   વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  મલેકપુર અને ગોરાળા સહિતના ગામોમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે. જીરૂ, કપાસ સહિતના પાકને નુકસાની ભીતિ સેવાઇ રહી છે.


હવામાન વિભાગે એલર્ટ કર્યું  જાહેર,  તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનનો ખતરો


દક્ષિણના બે રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશના ભાગોમાં ચક્રવાતી તોફાનનો ખતરો છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન 4 ડિસેમ્બરની સાંજની આસપાસ આંધ્ર પ્રદેશના માછલીપટ્ટનમ અને તમિલનાડુના ચેન્નાઈના દરિયાકાંઠાને પસાર થશે.


દક્ષિણના બે રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશના ભાગોમાં ચક્રવાતી તોફાનનો ખતરો છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન 4 ડિસેમ્બરની સાંજની આસપાસ આંધ્ર પ્રદેશના માછલીપટ્ટનમ અને તમિલનાડુના ચેન્નાઈના દરિયાકાંઠાને પાર કરશે. ગઈકાલે આઈએમડી બુલેટિન અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા છેલ્લા 12 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.


'ચક્રવાતી તોફાનનો ખતરો'


IMD મુજબ તોફાન  પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની, 2 ડિસેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બનવાની અને 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની ધારણા છે. તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને ચક્રવાતી તોફાન તરીકે 4 ડિસેમ્બરની સાંજની આસપાસ ચેન્નાઈ અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠાને પાર કરશે.


ચેન્નઇમાં વરસાદની આગાહી 


હવામાન વિભાગે   શુક્રવારે સવારે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. આગામી ત્રણ કલાકમાં તમિલનાડુના તિરુવલ્લુર, ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, નાગપટ્ટનમ અને રામનાથપુરમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રે એમ પણ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનો અનુભવ થશે. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઈ શકે છે. છૂટક/અસુરક્ષિત માળખાને કારણે નજીવું નુકસાન થશે.