Gujarat Rain forecat:હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ગુજરાત પર કોઇ વરસાદ આપતી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાનન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે, હવામાન વિભાગે આપેલી માહિત મુજબ હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હળવાથી મધ્યમ વરસાદના અનુમાનને લઇને આગામી પાંચ દિવસ માછીમોરને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે આજે એટલે કે સોમવારે દિલ્હી સહિત દેશના 22 રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.
દિલ્હી-એનસીઆરમાં આજે બફારા અને ગરમીથી રાહત મળવાની આશા છે. હવામાનશાસ્ત્ર અનુસાર, આજે દિલ્હી-NCR સહિત દેશના 22 રાજ્યોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં દિલ્હીના લોકોને બફારા અને ગરમીથી રાહત મળશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે (31 જુલાઈ) રાજધાનીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આ પહેલા શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. આજે દિલ્હી અને ઓડિશા અને ઝારખંડમાં કેટલીક જગ્યાએ હળવોથી ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે IMDએ આ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ રાજ્યોમાં આજે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે પૂર્વી ઉત્તર પ્રદેશ સિવાય બિહાર, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર છત્તીસગઢના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. આ સિવાય ગંગાના પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યો પૂર્વ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આજે વરસાદની સંભાવના છે. બીજી તરફ સોમવારે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણી જગ્યાએ વીજળી અને વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મરાઠવાડા, તટીય આંધ્રપ્રદેશ, યાનમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા સાથે વરસાદ થઈ શકે છે.