Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે 10 જિલ્લામાં વરસાદનું અનુમાન છે. આજે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ,વલસાડ, નવસારી,દમણ અને દાદરાનગર ,દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આજે ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ગુજરાતના 10 જિલ્લામાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ
હાલ યૂપી, પશ્ચિમ બંગાળ, હરિયાળામાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આગામી ત્રણથી 2 દિવસમાં ધોધમાર વરસાદની શક્યતા નહિવત છે. હાલ ગુજરાત પર મૂશળધાર વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી વરસાદની શક્યતા નહિવત છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારમાં 4 જૂન સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને આ દરમિયાન હળવા વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને હવામાન વિભાગની મુજબ 1 જૂનથી વરસાદમાં વધારો થશે. આ સમયમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસી શકે , 4 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ દમણ દાદરાનગર હવેલી, નવસારી ડાંગ ભરૂચ તાપી ભાવનનગર, અમરેલી ગીર સમાનથા સાબરકાંઠા , દાહોદ આણંદમાં મધ્યમ વરસાદમાંની શક્યતા છે. પંચમહાલ, મહિસાગર,અરલલ્લી,વડોદારમાં પણ વાદળાછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાનું અનુમાન છે.હવે ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી ઓછી થઇ જશે. આગામી 4 દિવસોમાં કચ્છ, બનાસકાંઠા પાટણ મોરબી, રાજકોટ, દ્રારકા. બોટાદમાં વરસાદની શકયતા ઓછી છે. ગુજરાતમાં કેટલાક સમયથી થન્ડરસ્ટ્રોમ એક્ટીવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો હતો. જે ગાજવીજ સાથે થતાં વરસાદ હવે બંધ થઇ જશે.
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન
મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઇ. હવામાન વિભાગે પણ રાજયમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કહી. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે, હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં પર હાલ એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમાન થાય. ઉલ્લેખનિય છે કે, પૂર્વાતર રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાઇ જતાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું વહેલું આગમન થઇ ગયું છે. ટૂંકમાં રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમન ન હોવાથી તેમજ ચોમાસાના વરસાદને લાવતી કોઇ સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ચોમાસાના આગામન માટે હજું આપણે રાહ જોવી પડશે. હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં 4 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદનું અનુમાનછે.