Gujarat Rain Forecast: નવરાત્રિની શરૂઆતમાં જ હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઇ છે. જેની અસરથી આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતમાં વરસાદ વરસશે, જાણીએ કયા જિલ્લામાં પડશે વરસાદ .

Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજસ્થાનથી આગામી 24 કલાક બાદ ચોમાસની વિદાયની શરૂઆત થશે, જો કે ચોમાસાની વિદાયની તારીખ જાહેર થયાની સાથે બીજી તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ આજે મહારાષ્ટ્ર પર પહોંચતા આજથી જ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આ સિસ્ટમ ગુજરાતમાં પણ વરસાદ લાવશે.
બંગાળથી ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતના આ વિસ્તારમાં લાવશે વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં ફરી મેઘરાજાની એન્ટ્રીનનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અને મધ્ય ગુજરાતના જિલ્લામાં આ સિસ્ટમથી વરસાદ વરસશે.
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારમાં વરસાદ વરસશે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે જે 22 23 સપ્ટેમ્બર સુધી રહેશે, આ દિવસથી વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, આ વરસાદના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદનું જોર રહેશે. ખાસ કરીને તાપી, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ગોધરા, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુરમાં વરસાદ વરસશે, આ ઉપરાંત સોરાષ્ટ્રમાં અમરેલી,ભાવનગર, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વરસાદના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારમાં હળવોથી મધ્યમ છૂટછવાયા વરસાદનું અનુમાન છે.
મોનસૂનની વિદાય કયારે
IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી 15 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. આ વર્ષે ચોમાસાએ 8 જુલાઈની સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા સમગ્ર દેશને આવરી લીધું હતું. આ 2020 પછીનો સૌથી પહેલો ચોમાસું હતું, જેણે તે વર્ષે 26 જૂને પહેલા દેશને આવરી લીધો હતું. 2009માં તે 23 મેના રોજ પહોંચ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં ચોમાસાની ઋતુ દરમિયાન 836.2 મીમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય વરસાદ 778.6 મીમી છે, જે 7 ટકા વધુ છે .
IMD એ કહ્યું કે વધુ વરસાદ સતત પશ્ચિમી વિક્ષેપોને આભારી છે, જે મોનસૂનને એક્ટિવ રાખે છે. આના કારણે આ પ્રદેશમાં વરસાદમાં વધારો થયો. મધ્ય ભારતમાં અત્યાર સુધીમાં 978.3 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 882 મીમી કરતા 11 ટકા વધુ છે, જ્યારે દક્ષિણ દ્વીપકલ્પમાં સામાન્ય 611 મીમી કરતા 7 ટકા વધુ વરસાદ પડ્યો છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં 949.6 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 1192.6 મીમી કરતા 20 ટકા ઓછો છે.





















