Gujrat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં પવન સામાન્ય ગતિથી વધુ રહેશે પરંતુ વાવાઝોડાનો રાજ્ય પર ખતરો નહિવત છે. ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સમય દરમિયાન 50થી 60 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 23 થી 28 મે સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં વરસાદની શક્યતાને લઇને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
વલસાડ, સુરત,નવસારી, તાપી, ભરૂચમાં વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, અમરેલીમાં આજે યલો એલર્ટ આપ્યું છે. ભાવનગર, દીવ, દમણમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં આજે યલો એલર્ટ અપાયું છે. અહીં આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી છે.
વાવાઝોડાની વાત કરીએ તો ગુજરાત પરથી વાવાઝડોનો ખતરો લગભગ ટળી ગયો છે. વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ આજે ડિપ્રેશનમાં બનશે. દક્ષિણ કોકણ કિનારા પર પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન કેંદ્રીત થશે. જેના પગલે મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. કોંકણ ગોવા મુંબઇમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રને વરસાદ ધમરોળી રહ્યો છે. જાણીએ ક્યા જિલ્લામાં વરસાદ આફતરૂપ બન્યો છે. છેલ્લા 24 કલાકની વરસાદ પ્રભાવિત જિલ્લાની સ્થિતિ પર નજર કરીએ
અમરેલીમાં ભારે પવન સાથે વરસાદે સર્જી તારાજી
અમરેલીમાં શુક્રવારે ખાબકેલા વરસાદથી ઘરોમાં પાણી ભરાયા છે. લાઠી રોડ પર વિદ્યાનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ન માત્રા સોસાયટીમાં અહીં કેટલાક વિસ્તારની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો હાલાકીનો સામનો કરી રહયાં છે.