Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની છે. તેમજ રાજસ્થાન પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમ મજબૂત બનશે તેથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. આ સિસ્ટમના કારણે  ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના  વિસ્તાર વરસાદનું પ્રમાણ વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 27 ઓગસ્ટ બાદ ફરી વરસાદ વધશે. ઉલ્લેખનિય છે કે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

આગામી 24 કલાકમાં કયાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, સૌરાષ્ટ્રના રાજકોટ, ઉપલેટા, જૂનાગઢ, મોરબી સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આગામી 3થી 4 દિવસ પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ રહેશે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં હાલ સાવર્ત્રિક વરસાદની સ્થિતિ છે. હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.  

26 ઓગસ્ટથી કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ બંને સિસ્ટમના કારણે 26 ઓગસ્ટ બાદ  ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 28 બાદ વરસાદ થોડો ધીમો પડશે પરંતુ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસતો રહેશે.આજના દિવસમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ વરસ્યો, આજે આઠ તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો, આજે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ વરસ્યો જ્યારે આજે પારડીમાં ખાબક્યો 3.5 ઈંચ,ભેંસાણમાં  સાડા ત્રણ ઈંચ,ખેરગામમાં  ઈંચ સહિત કુલ 108 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. આજે ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ, વંથલીમાં  સવારથી મેઘરાજાએ ધુવાઘાર બેટિંગ કરતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  બપોરના સમયે અમદાવાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસતાં વૈષ્ણદેવી સર્કલ, એસજી હાઇવે, પકવાન 4 રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.