Weather Update:રાજ્યમાં આજથી 2 દિવસ આંધી-તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લામાં ભારે પવનનું અનુમાન છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
સ્ટર્સન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વતરના રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બીજી સિસ્ટમ ઇરાનથી આગળ વધી રહી છે. જેની અસર ગુજરાત પર થશે એટલે તેના કારણે ગરમીમાં ઘટાડો જોવા મળશે અને પવનની ગતિ વધશે પરંતુ વરસાદની કોઇ શકયતા નથી. આ સ્થિતિના કારણે તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડશે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40ને પાર પહોંતી ગયો હતો. જેમાં હવે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે., જેથી લોકોને 20 એપ્રિલથી 23 એપ્રિલ સુધી ગરમીમાં રાહત મળશે, પરંતુ 23 એપ્રિલ બાદ ફરી તાપમાનનો પારો ઉંચે જવાની શકયતા છે. જેથી ફરી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર પહોંચે તેવું અનુમાન છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીરથી લઇને હરિયાળા, પંજાબ, ઉત્તરભારત, દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા છે. પરંતુ ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. ગુજરાતના કેટલાક વિસ્તારમાં તાપમાન ઘટશે પવનની ગતિ વધશે પરંતુ વરસાદનું અનુમાન નથી આ સમય દરમિયાન પવનની ગતિ વધુ હોવાથી ઘૂળ ભરી આંઘીનું અનુમાન છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીના ઝડપે પવન ફૂંકાશે. 20 અને 21 એપ્રિલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પતિ ગતિ વધુ રહેશે, 22 એપ્રિલ બાદ પવનની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હવામાન શુષ્ક રહેશ, 22થી 24 એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ, ભેજવાળું વાતાવરણ રહેશે.
તો અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના લઇને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરરાખંડના રૂદ્રપુરમાં આંધીના કારણે સરકારી કચેરીની છત પડી ગઇ હતી. અનેક ઘરો પર કાટમાળ પડ્યો હતો જેના કારણે ચાર લોકો ઘાયલ થયા છે. નૈનીતાલ રોડ પર વાહન પર વૃક્ષ પડતાં વાહનને નુકસાન થયું છે. જો કે કોઇ જાનહાનિના સમાચાર નથી.
જમ્મૂ-કશ્મીરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પુલવામામાં કરા સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને સફરજના ઉપ્તાદન પર પણ માઠી અસર થઇ છે. જમ્મૂ-કશ્મીરના ગુરેજ ઘાટીમાં પણ હિમવર્ષા શરૂ થઇગઇ છે. .પહાડો પર બરફની ચાદર છવાઇ ગઇ છે. .તો બારામૂલામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ...મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.