Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનીને હવે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે. જેના કારણે ગુજરાતમાં 1 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે. આ સિસ્ટમની અસરથી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં આજથી આ સિસ્ટમના કારણે વરસાદ વરસશે. આ સિસ્ટમના પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ 27થી 1 ઓક્ટોબર સુધી હળવાથી ક્યાંક મધ્યમ વરસાદની આગાહી છે. આ સિસ્ટમની અસર 28 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં જોવા મળશે. 28થી 2 ઓક્ટોબર સુધી અહીં વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ જો મજબૂત રીતે ગુજરાત તરફ આગળ વધશે તો આ વરસાદના રાઉન્ડમાં ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા,નર્મદા, છોટાઉદેપુર,આણંદ, ખેડા આ તમામ જિલ્લામાં વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીઓ તો ભાવનગર, બોટાદસ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ,મોરબી, દેવભૂમિ દ્રારકા,જામનગરમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ,અરવલ્લીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. ટૂંકમાં ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારેથી મધ્યમ વરસાદનું અનુમાન છે. એકાદ સ્થળોએ આ રાઉન્ડમાં ભારે વરસાદ પણ પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના મહારાષ્ટ્ર પરથી પસાર થતી હોવાથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે.
5 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટહવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર, ઉત્તરી કર્ણાટક, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ અને કોંકણ કિનારામાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, દિલ્હી અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની અપેક્ષા નથી. અન્ય રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હી-એનસીઆરમાં ક્યારે વરસાદ પડશે?ચોમાસાના ગયા પછી, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 સપ્ટેમ્બર પછી દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાઈ શકે છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાન કેવું રહેશે?ઉત્તર પ્રદેશમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની કોઈ શક્યતા નથી. પરિણામે, બફારો ઉકળાટ સાથે તાપમાનમાં વધારો થવાની ધારણા છે. 1 ઓક્ટોબર પછી, ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.