Gujarat Rain Forecast: ગુજરાતમાં રિજનમાં હાલ મોનસૂન પૂરજોશમાં જામ્યું છે. હવામાન વિભાગે 30 જુલાઇ સુધી વરસાદની આગાહી કરી છે.   ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં એક લો-પ્રેશર એરિયા સર્જાયો છે. જેની અસરથી ગુજરાત રિજનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 28 જુલાઈ, સોમવારે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. વરસાદના આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણમાં જોર ઓછું રહેશે. 

આ ઉપરાંત બીજા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે.

29 જુલાઇએ ક્યાં વરસશે વરસાદ

29 જુલાઈ, મંગળવારે અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના છે

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ  જળાશયોમાં  પાણીની આવક વધી છે. ઉપરવાસ અને કેચમેન્ટમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે. પાણીની સતત આવકથી મેશ્વો ડેમ એલર્ટ પર થછે.ભિલોડા, મોડાસા, ધનસુરાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. 

ભારે વરસાદથી બનાસકાંઠાના ડીસામાં ભારે નુકસાની સ્થિતિ સર્જાઇ છે.  4 ઈંચ વરસાદમાં ડીસા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. દામા રામપુરા, વરણ, જેનાલ ગામના ખેતરો  બેટમાં ફેરવાયા છે.લક્ષ્મીપુરા સહિતના ગામના ખેતરો  બેટમાં ફેરવાયા છેમગફળી સહિત પાકમાં મોટા નુકસાનની શક્યતા છે.  ખેતરે જવાના રસ્તા બંધ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. 

ભારે વરસાદથી ખેડા જિલ્લામાં નદી-નાળા બે કાંઠે છલકાયા છે.  ભારે વરસાદથી ખેડા જિલ્લાની શેઢી નદી  તોફાની બની  છે. હવે વધુ વરસાદ પડે તો શેઢી નદીમાં પૂરનું સંકટ સર્જાઇ શકે છે. યાત્રાધામ ડાકોરમાં  શેઢી નદીના પાણી ધૂસી શકે છે. શેઢી કાંઠાના 24 ગામ એલર્ટ પર છે.  ભારે વરસાદથી ખેડા ગ્રામ્યના અનેક રસ્તાઓ હજુ પણ બંધ છે, મહેમદાબાદ, મહુધા, કઠલાલ ગ્રામ્યમાં અનેક રસ્તા પ્રભાવિત થાય છે. સિહુંજ નવાગામથી દોલપુરાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. મુખ્ય માર્ગ પાણીમાં ડુબતા ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત થયા છે. આજે ક્યાં કેટલો વરસાદ? ( હેડર )

કામરેજ -1.18 ઈંચજાંબુઘોડા -1.02 ઈંચબારડોલી -0.94 ઈંચબોડેલી -0.87 ઈંચસુરત શહે-ર 0.67 ઈંચસતલાસણા- 0.63 ઈંચસોનગઢ- 0.63 ઈંચપાવીજેતપુર -0.59 ઈંચપલસાણા -0.55 ઈંચ