શોધખોળ કરો

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ

Weather Update: ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી ઠંડીએ જોર પકડયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી પહોંચે તેવી આગાહી કરી છે. જાણીએ વધુ વેધર અપડેટ્સ

Weather Update: હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં જોરદાર ઠંડી પડી રહી છે. તો આવનાર દિવસોમાં તાપમાનનો પારો ઉપર જશે કે હજુ ગગડશે? રાજ્યમાં આગામી દિવસોમાં કેવી ઠંડી પડશે? તેના વિશે વાત કરીએ તો ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે,આજે અને કાલે  તાપમાન એકથી 2 ડિગ્રી વધી શકે છે. જો કે 15 જાન્યુઆરી બાદ ફરી રાજ્યમાં ઠંડી વઘી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15થી 25 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને 22 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે કારણ કે, આ સમય દરમિયાન તાપમાન ખૂબ નીચું જઇ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન જઇ શકે છે. કચ્છની વાત કરીએ તો, આગામી 22 જાન્યુઆરીથી કચ્છમાં તાપમાનનો પારો ગગડતાં 10 ડિગ્રી સુધી નીચે તાપમાન જઇ શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં પણ 22 જાન્યુઆરી બાદ તાપમાન 10 ડિગ્રીની આસપાસ થઇ જશે.  હવામાન વિભાગની આગાહી મુજબ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દિવસના તાપમાનમાં પણ ધરખમ ધટાડો થતાં દિવસમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. આ દિવસોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે સૌરાષ્ટ્રમાં પવનની ગતિ પણ વધી શકે છે. 22 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.  હવામાનના  અનુમાન મુજબ  30 જાન્યુઆરી બાદ  મોટુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. જેની અસરથી ગુજરાતના હવામાનમાં ફેરફાર થઇ શકે છે.

દિલ્લીમાં કોલ્ડવેવની માર

દિલ્હીમાં કોલ્ડવેવનો અટેક યથાવત છે.  તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, અને બુધવારે  ઠંડીનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  18 -20 જાન્યુઆરી દરમિયાન વરસાદની અપેક્ષા છે, ત્યારબાદ 26 જાન્યુઆરીની આસપાસ ફરી શીત લહેર આવશે. દરમિયાન, પવનના અભાવે પ્રદૂષણનું સ્તર "ખૂબ જ ખરાબ" શ્રેણીમાં પહોંચ્યું છે. 

  સ્કાયમેટ વેધર મુજબ, દિલ્હીમાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વરસાદની સંભાવના છે. ત્યારબાદ 26 જાન્યુઆરીની આસપાસ બીજા કોલ્ડ વેવનાપ્રકોપની ચેતવણી છે.  ફેબ્રુઆરીમાં પણ કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે, હમાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હતું, જે સામાન્ય કરતા 44 ડિગ્રી ઓછું ે.  પાલમમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ, લોદી રોડમાં 3 ડિગ્રી સેલ્સિયસ, રિજમાં 4.4 ડિગ્રી સેલ્સિયસ, આયા નગરમાં 3.2 ડિગ્રી સેલ્સિયસ, ગુરુગ્રામમાં 3.3 ડિગ્રી સેલ્સિયસ અને ફરીદાબાદમાં 4.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ 'સેવા તીર્થ' ખાતે કઈ ફાઇલ પર કરી પહેલી સહી? નવા PMO માં કયા નિર્ણયો લેવામાં આવ્યા?
PM મોદીએ 'સેવા તીર્થ' ખાતે કઈ ફાઇલ પર કરી પહેલી સહી? નવા PMO માં કયા નિર્ણયો લેવામાં આવ્યા?
ઈરાન સાથે તણાવ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય, મિડલ ઈસ્ટમાં મોકલ્યો અમેરિકાનો ઘાતક જંગી કાફલો
ઈરાન સાથે તણાવ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય, મિડલ ઈસ્ટમાં મોકલ્યો અમેરિકાનો ઘાતક જંગી કાફલો
Today's horoscope: ધન અને વૃષભ રાશિને નોકરીમાં મળશે નવા અવસર, જાણો 12 રાશિનું રાશિફળ
Today's horoscope: ધન અને વૃષભ રાશિને નોકરીમાં મળશે નવા અવસર, જાણો 12 રાશિનું રાશિફળ
T20 World Cup 2026 Points Table: USA ની જીતથી ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં પોઈન્ટ ટેબલમાં ફેરફાર 
T20 World Cup 2026 Points Table: USA ની જીતથી ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં પોઈન્ટ ટેબલમાં ફેરફાર 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : અશાંતધારાનો ભંગ એક ષડયંત્ર?
Hun To Bolish | હું તો બોલીશ : ગૌમાંસના સૌદાગર કોણ?
Rajkot News: મ્યુલ હંટ ઝુંબેશ હેઠળ રાજકોટ ગ્રામ્ય સાઈબર સેલની મોટી કાર્યવાહી
Amrutji Thakor: સ્થાનિકોએ કારચાલકને પકડ્યો,પોલીસે આરોપીને ભગાડ્યોઃ અમૃતજી ઠાકોરનો આરોપ
Monkey Attack : મહારાષ્ટ્રના નવાપુરમાં તોફાની વાનરે મચાવ્યો આતંક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ 'સેવા તીર્થ' ખાતે કઈ ફાઇલ પર કરી પહેલી સહી? નવા PMO માં કયા નિર્ણયો લેવામાં આવ્યા?
PM મોદીએ 'સેવા તીર્થ' ખાતે કઈ ફાઇલ પર કરી પહેલી સહી? નવા PMO માં કયા નિર્ણયો લેવામાં આવ્યા?
ઈરાન સાથે તણાવ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય, મિડલ ઈસ્ટમાં મોકલ્યો અમેરિકાનો ઘાતક જંગી કાફલો
ઈરાન સાથે તણાવ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય, મિડલ ઈસ્ટમાં મોકલ્યો અમેરિકાનો ઘાતક જંગી કાફલો
Today's horoscope: ધન અને વૃષભ રાશિને નોકરીમાં મળશે નવા અવસર, જાણો 12 રાશિનું રાશિફળ
Today's horoscope: ધન અને વૃષભ રાશિને નોકરીમાં મળશે નવા અવસર, જાણો 12 રાશિનું રાશિફળ
T20 World Cup 2026 Points Table: USA ની જીતથી ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં પોઈન્ટ ટેબલમાં ફેરફાર 
T20 World Cup 2026 Points Table: USA ની જીતથી ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં પોઈન્ટ ટેબલમાં ફેરફાર 
PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો, જાણી લો
PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો, જાણી લો
ટી-20 વર્લ્ડકપમાં નેધરલેન્ડ્સનો 93 રનથી કારમો પરાજય, મુંબઈના છોકરાએ અમેરિકાને અપાવ્યો વિજય
ટી-20 વર્લ્ડકપમાં નેધરલેન્ડ્સનો 93 રનથી કારમો પરાજય, મુંબઈના છોકરાએ અમેરિકાને અપાવ્યો વિજય
મુશ્કેલીમાં એર ઈન્ડિયા, સેફ્ટી સર્ટીફિકેટ વગર એરબસ ઉડાવવા પર DGCA એ ફટકાર્યો 1 કરોડનો દંડ  
મુશ્કેલીમાં એર ઈન્ડિયા, સેફ્ટી સર્ટીફિકેટ વગર એરબસ ઉડાવવા પર DGCA એ ફટકાર્યો 1 કરોડનો દંડ  
FASTag Scam Alert: નકલી વેબસાઈટ અને QR કોડથી થઈ રહી છે છેતરપિંડી,  NHAI એ જાહેર કર્યું એલર્ટ 
FASTag Scam Alert: નકલી વેબસાઈટ અને QR કોડથી થઈ રહી છે છેતરપિંડી,  NHAI એ જાહેર કર્યું એલર્ટ 
Embed widget