Gujarat Rain Forecast:ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં ક્યાંક હળવો ક્યાંક મધ્યમ તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે આજની વાત કરીએ તો આજે ગુજરાત રિજન માટે હવામાન વિભાગે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જ્યાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. તેમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેજ એલર્ટ અપાયું છે. આ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ,ગીર સોમનાથ, જૂનાગઢ, ભારે વરસાદનું અનુમાન છે આવતી કાલથી આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
સિસ્ટમની વાત કરીઓ તો 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ વરસશે. મોન્સૂન ટ્રફ સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.આજે આણંદ,ખેડા, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઊંચ મોજા ઉછળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં આજે 66 તાલુકામાં વરસ્યો વરસાદઆજે હાલોલમાં ખાબક્યો સૌથી વધુ પોણા નવ ઈંચ વરસાદઆજે ઉમરેઠમાં ખાબક્યો 4.57 ઈંચ વરસાદઆજે બોરસદમાં 3.07 ઈંચ, કામરેજમાં 1.57 ઈંચ વરસાદઆજે ઘોઘંબામાં 1.54 ઈંચ, ઉમરગામમાં 1.38 ઈંચ વરસાદઆજે સાવલીમાં 1.34 ઈંચ, ધાનપુરમાં 1.26 ઈંચ વરસાદઆજે નાંદોદમાં 1.22 ઈંચ, નેત્રંગમાં 1.14 ઈંચ વરસાદઆજે ઓલપાડમાં 1.14 ઈંચ, આંકલાવમાં 1.1 ઈંચ વરસાદઆજે નડિયાદમાં 1.02 ઈંચ, જાંબુઘોડામાં એક ઈંચ વરસાદઆજે મહુધા, વાઘોડિયામાં એક-એક ઈંચ વરસાદ
હાલોલમાં 9 ઇંચ વરસાદે કહેર વર્તાવ્યોપંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં શનિવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ચાર કલાકમાં સાડા આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં તો 7 ઇંચ વરસાદ પડતાં સમગ્ર હાલોલ જળબંબાકાર થઈ ગયું હતું. આ અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલોલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાલોલ-વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાતા વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એક ઘટનામાં, વરસાદી પાણીમાં એક એસ.ટી. બસ ખોટકાઈ હતી, જેના કારણે તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.