Gujarat Rain Forecast: અરબ સાગરમાં ઉદભવેલી સિસ્ટમ જે ગુજરાત પર પસાર થઇ રહી હતી તેને હવે પશ્ચિમ તરફ વળાંક લેતા તે સિસ્ટમ ઓમાન તરફ ફંટાઇ તેવી શકયતા જોવાઇ રહી છે. જો કે આ સિસ્ટમની હજુ પણ અસર ગુજરાત પર વર્તાશે. તો જાણીએ કે ગુજરાતમાં આ સિસ્ટમના કારણે કેટલો અને ક્યાં વરસાદ પડશે.

Continues below advertisement

ગુજરાતમાં આ સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યાં છે  તો દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પણ નોંઘાયો છે. ખાસ કરીને આ સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઇ રહી છે. તો આ સિસ્ટમના કારણે ક્યાં જિલ્લામાં વરસાદ વરસશે, જાણીએ

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હજુ પણ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, ડાંગ, ભરૂચ નર્મદામાં ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, ખેડા, આણંદમાં પણ કેટલીક જગ્યાએ હળવો તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Continues below advertisement

હવામાન વિભાગની આંકલન મુજબ 26 અને 27 ઓક્ટોબર 2 દિવસ ગુજરાતમાં  વરસાદનું પ્રમાણ  વધુ રહેશે. આ સિસ્ટમ  ઓમાન તરફ વળાંક લઇને નીચે તરફ જતી રહેશે તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે. જો કે આ સિસ્ટમના કારણે આગામી આખું સપ્તાહ ગુજરાતમાં વાદશછાયુ વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે.

ક્યાં જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.રાજ્યના 24 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ,વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં વરસાદનું યલો એલર્ટ  આપવામાં આવ્યું છે.