Gujarat Rain Update:ગઇકાલે વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો. જો કે ગુજરાતમાં વરસાદ લાવતી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે જેના કારણે પવનની ગતિ પણ વધશે અને વરસાદનું પ્રમાણ પણ વધશે. સૌથી પહેલા આ સિસ્ટમની અસર ગુજરાત વિજન પર જોવા મળશે, આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાત રિજનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાયના વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ વરસતો રહેશે. 4 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ સર્જાશે અને વરસાદનું જોર પણ વધશે,. ટૂંકમાં 4 સપ્ટેમ્બર બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે. 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ
આગામી 24 કલાકમાં અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર, મહેસાણા, ખેડા, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, જૂનાગઢ,અમરેલી, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.
ઉલ્લેખનિય છે કે આ મોનસૂનનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં પ્રથમ સપ્તાહમાં જ સારો વરસાદ વરસે તેવી આગાહી છે. 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થશે. ચારથી આઠ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાકમાં ભારે વરસાદની આગાહી છે. આ મહિનામાં અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી વધુ વરસાદ રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રીમાં વરસાદ વિલન બને તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આશંકા વ્યકત કરી છે. 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવવાના કારણે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. હાલમાં વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય હોવાથી છ સપ્ટેમ્બર સુધી અલગ- અલગ વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે.