Adivasi Samaj Aggressive: બનાસકાંઠામાં આદિવાસી સમાજે રેલવેના કામને લઇને હોબાળો મચાવ્યો છે. આદિવાસી સમાજના લોકોએ ભેગા થઇને રેલવેના કામને અટકાવી દીધુ છે. આ ઘટના અંબાજી નજીક જરીવાવ ચીખલા ગામમાં બની છે. આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે, કામ અમને વિશ્વાસમાં લીધા વિના ચાલુ કરાયુ છે, અમને પૂરુપુરુ વળતર નથી મળ્યુ. જોકે, આ લડાઇમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાઇ ગયા છે.
હાલમાં માહિતી મળી છે કે, બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજના લોકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે, હાલમાં જ રેલવેના કામને લઇને આદિવાસી સમાજના લોકોએ હોબાળો મચાવ્યો છે, અને કામને અટકાવી દીધુ છે. અંબાજી નજીક આવેલા જરીવાવ ચીખલા ખાતે રેલવેનું કામ ચાલી રહ્યું છે, જેને સ્થાનિક આદિવાસી સમાજના લોકોએ બંધ કરાવ્યુ છે. સ્થાનિક લોકો સાથે આ લડાઇમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાઇ ગયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, રેલવેનું આ કામ તેઓને વિશ્વાસમાં લીધા વગર ચાલી રહ્યું છે. આ મદ્દા અત્યારે સ્થાનિક લોકોએ હોબાળો કરી દીધો છે. આ મુદ્દે હવે કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનું કહેવું છે કે, સરકાર આદિવાસી સમાજના લોકોને વિશ્વાસમાં લે અને તેમના પ્રશ્નોને સાંભળે અને પછી આગળનું કામ શરૂ કરે. આદિવાસી સમાજના લોકોની કબજેદારીમાં જે જમીન છે તેના કરતાં તેમને સનદ ઓછી આપી છે. ધારાસભ્યનું કહેવું છે કે, આદિવાસી સમાજના લોકોને હક અને પૂરેપૂરું વળતર મળવુ જોઈએ.