ગાંધીનગર: કંડલા અને મુન્દ્રામાં દરિયાઈ માર્ગે આવતા વિદેશીઓ માટે પણ કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જહાજમાંથી આવતા ક્રુ મેમ્બરના રિપોર્ટ માટે પોર્ટ પ્રશાશનને તાકીદ કરાઈ છે. જહાજમાંથી આવતા ક્રુ મેમ્બરના રિપોર્ટ કરવા માટે પોર્ટ પ્રશાશનને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનને અટકાવી શકાય તે માટે પગલા લેવામાં આવ્યા છે. હવાઈ માર્ગે એરપોર્ટ પર આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમિક્રોનની એન્ટ્રીને લઈ બોલાવી બેઠક, શું આપ્યો આદેશ?
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઓમિક્રોન વેરિયન્ટને લઈ યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે.
ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.
આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ નહિ કરવા તાકીદ કરી હતી. ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી છે. જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી.