શોધખોળ કરો

હાઈવોલ્ટેજ ડ્રામા બાદ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંતે દિયોદર તા.પંચાયતમાં કોંગ્રેસની બોડી બની છે. યોદર તા.પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાભાઈ વાઘેલાની વરણી થઇ છે તો ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની વરણી થઇ છે.

બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. બે વખત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી રદ થયા બાદ આજે ત્રીજી વખત યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે. સ્થાનિક કોંગ્રેસ નેતાઓની જહેમત અને સંગઠનની એકતાના કારણે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી રચાઈ છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રભાભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે પાનાબેન ચાવડાની પસંદગી થઈ છે. ચૂંટણી બાદ કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કોંગ્રેસના તમામ સભ્યો અકબંધ રહેતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી. વાવ-થરાદ કોંગ્રેસના નેતાઓએ પણ આ જીત પાછળ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાઈ રહ્યું છે. સ્થાનિક સ્તરે સતત સંકલન અને વ્યૂહરચનાના કારણે આખરે કોંગ્રેસને સફળતા મળી છે.ચૂંટણી બાદ કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “આ સત્યની જીત છે. જનતાના વિશ્વાસ અને કોંગ્રેસના કાર્યકરોની મહેનત આજે રંગ લાવી છે.”દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક સમયથી ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો, પરંતુ અંતે કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ સાબિત કરતા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો કબજે કર્યા છે.       

નોંધનિય છે કે.,  દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી અગાઉ ભારે રાજકીય વિવાદો, હોર્સ ટ્રેડિંગની આશંકાઓ અને આક્ષેપબાજીના કારણે બે વખત મુલતવી રાખવી પડી હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી. આ બધા જ વિધ્નો બાદ  પણ કોંગ્રેસ મક્કમ રહી અને  કોંગ્રેસે પોતાના સભ્યો તૂટવા દીધા નહીં. આજે સવારે તમામ સભ્યો  પંચાયત હોલમાં પહોંચ્યા ત્યારે જ કોંગ્રેસની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. આ જીત સાથે જ વાવ-થરાદ પંથકમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન ફરી એકવાર મજબૂત સાબિત થયું છે.                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ભાજપના નેતાઓ દારૂ-જુગારના અડ્ડા ચલાવે છે'
સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ભાજપના નેતાઓ દારૂ-જુગારના અડ્ડા ચલાવે છે'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે ડીઝલ પર 14 અને ATF પર વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યૂટી, તમારા પર શું થશે અસર?
સરકારે ડીઝલ પર 14 અને ATF પર વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યૂટી, તમારા પર શું થશે અસર?
PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક
UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક
RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
B-52 Bomber Crash: ઉડાન ભરતા ક્રેશ થયું અમેરિકાનું B-52 બોમ્બર, આઠના મોત
B-52 Bomber Crash: ઉડાન ભરતા ક્રેશ થયું અમેરિકાનું B-52 બોમ્બર, આઠના મોત
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
Embed widget