Rain Update:બોટાદમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અંદાજીત 3 ઇંચથી વધુ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. પાકને અનુકૂળ વરસાદ વરસતા કપાસ, મગફળી, જુવાર, બાજરી સહિતના પાકોને નવજીવન મળ્યું છે. દોઢ મહિનાના વિરામ બાદ ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા તો બીજી તરફ ગરમી અને ઉકળાટથી પણ રાહત મળી છે.
વાતાવરણમાં અચાનક પલટો આવતા ગઢડા, રણીયાળા, ગુદાળા, અડતાળા, લાખણકા, પડવદર, સમઢીયાળા સહિત ધીમીધારે વરસાદ પાકને અનુકૂળ વરસાદ વરસ્યો હતો. ભાદરવાના ધોમ તાપ વચ્ચે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ઉલ્લેખનિય છે કે લાંબા સમયથી વરસાદે વિરામ લેતા કાગડોળે વરસાદ ની રાહ જોતા ધરતીપુત્રોએ વરસાદના આગમનથી રાહત અનુભવી હતી. ધરતીપુત્રોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકને અનુકૂળ વરસાદ વરસતા કપાસ, મગફળી, જુવાર, બાજરી સહિતના પાકોને મળશે નવજીવન મળ્યું છે.
આગામી 2 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં પડશે વરસાદ
ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે.
શનિવારે રાજ્યના 83 તાલુકામાં વરસાદ નોંધાયા. સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો તો તો બોટાદ, ગોંડલ,ચીખલીમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો. સારા વરસાદથી રાજ્યના છલોછલ થયેલા જળાશયોની સંખ્યા વધીને 58 પર પહોંચી છે. સૌરાષ્ટ્રના 30, કચ્છના 12, મધ્ય ગુજરાતના નવ અને દક્ષિણ ગુજરાતના છ જળાશયો હાઉસફુલ છે. 207 જળાશયોમાં 93.90 ટકાથી વધુ જળસંગ્રહ છે.રાજ્યના 206 પૈકી 144 જળાશયો હાઈએલર્ટ પર છે તો એલર્ટ અને વોર્નિંગ પર.. 107 છે, 19 એલર્ટ તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 62 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.