શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ

chandipura virus: ઉત્તર ગુજરાત બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જામનગરમાં આજે 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસના કેસોની ચિંતા.
  • જામનગરમાં બે બાળકોમાં શંકાસ્પદ લક્ષણો, સેમ્પલ તપાસ હેઠળ.
  • આરોગ્ય વિભાગ એલર્ટ, લોકોને તકેદારી રાખવા અપીલ કરી.
  • વાયરસ રેતી માખીથી ફેલાય, લક્ષણો દેખાતા તુરંત સારવાર જરૂરી.

chandipura virus: ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસના સંભવિત કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. બંને બાળ દર્દીઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, 2 વર્ષની બાળકી અને 11 માસના બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ બંને બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ શકશે.

શંકાસ્પદ કેસોની માહિતી મળતા જ જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને બાળ દર્દીઓના સંપર્કમાં આવેલા અન્ય બાળકો અને પરિવારજનોના આરોગ્યની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ જરૂરી સર્વેલન્સ, મોનિટરિંગ અને તકેદારીના પગલાં પણ હાથ ધરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને બાળકોમાં તાવ, ઉલ્ટી, આંચકી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે. હાલ બંને બાળકોના ટેસ્ટ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

નોંધનિય છે કે, સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે બાળકોમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો નોંધાયા છે, જ્યારે કચ્છના ગાંધીધામ નજીક ગળપાદર ગામમાં 10 વર્ષના બાળકમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા  હતા.  

ચાંદીપુરા વાયરસ શું છે? આ રોગ કેવી રીતે ફેલાય છે? જાણો લક્ષણો 

 ચાંદીપુરા વાયરસ એક ગંભીર અને ઝડપથી ફેલાતો  ચેપી વાયરસ છે, જે મુખ્યત્વે સેન્ડ ફ્લાય (રેતી માખી)ના કરડવાથી ફેલાય છે. આ વાયરસ ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ અસર કરે છે. તેનાથી  મગજમાં સોજો (એન્સેફેલાઇટિસ) પેદા કરી શકે છે. ગંભીર સ્થિતિમાં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો 

ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. તેમાં સાબરકાંઠા, મહિસાગર, ખેડામહેસાણા અને અરવલ્લી બાદ હવે સૌરાષ્ટ્માં પણ એન્ટ્રી થઇ છે. રાજકોટ અને સુરેન્દ્રનગર બાદ જામનગરમાં પણ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 

.  બાળકોમાં ઝડપથી અસર કરતા આ વાયરસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. ખાસ કરીને બાળકોને મચ્છર અને રેતી માખી (Sand Fly)ના કરડવાથી બચાવવા, આસપાસ સ્વચ્છતા જાળવવા  અનુરોધ કર્યો છે.  તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા આંચકી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સતત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યાં છે ત્યારે તેના લક્ષણો ઉપાય અને સારવારની પદ્ધતિ પર એક નજર કરીએ 

ચાંદીપુરના લક્ષણો

ચાંદીપુરા વાયરસના લક્ષણો ખૂબ જ ઝડપથી દેખાવા લાગે છે. તેમાં મુખ્યત્વે નીચેના લક્ષણો જોવા મળે છે:

  • અચાનક તીવ્ર તાવ આવવો
  • સતત માથાનો દુખાવો
  • ઉલ્ટી થવી
  • શરીર અથવા સ્નાયુઓમાં ખેંચાણ આવવું
  • આંચકી (ફિટ્સ) આવવી
  • અતિશય નબળાઈ અનુભવવી
  • બેભાન થઈ જવું અથવા ચેતના ગુમાવવી

ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો

  • હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવા કે રસી ઉપલબ્ધ નથી, તેથી સાવચેતી અને સમયસર સારવાર જ સૌથી અસરકારક ઉપાય છે.
  • સેન્ડ ફ્લાયથી બચાવ કરો
  • બાળકોને સંપૂર્ણ બાંયના કપડાં પહેરાવો.
  • મચ્છર અને માખીથી બચાવ કરતી ક્રીમ અથવા રિપેલન્ટનો ઉપયોગ કરો.
  • શક્ય હોય ત્યાં મચ્છરદાનીનો ઉપયોગ કરો.
  • સ્વચ્છતા જાળવો
  • ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી લો.
  • આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખો

Frequently Asked Questions

ચાંદીપુરા વાયરસ શું છે?

ચાંદીપુરા વાયરસ એક ગંભીર અને ઝડપથી ફેલાતો ચેપી વાયરસ છે, જે મુખ્યત્વે રેતી માખી (સેન્ડ ફ્લાય)ના કરડવાથી ફેલાય છે. તે ખાસ કરીને ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે.

ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો કયા છે?

તેના લક્ષણો ઝડપથી દેખાય છે, જેમાં અચાનક તીવ્ર તાવ, સતત માથાનો દુખાવો, ઉલટી, શરીર અથવા સ્નાયુઓમાં ખેંચાણ, આંચકી, અતિશય નબળાઈ અને બેભાન થઈ જવું શામેલ છે.

ચાંદીપુરા વાયરસથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ?

બાળકોને સેન્ડ ફ્લાયના કરડવાથી બચાવવા સંપૂર્ણ બાંયના કપડાં પહેરાવો. મચ્છરદાની અને રિપેલન્ટનો ઉપયોગ કરો. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો અને પાણી ભરાવા ન દો.

જો બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ?

જો બાળકમાં તાવ, ઉલટી, આંચકી, બેભાન થવું જેવા ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. રિપોર્ટ આવ્યા બાદ જ પુષ્ટિ થઈ શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Advertisement

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget