Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની આજે મહાબેઠક મળવાની છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં મળનારી આ મહાબેઠકમાં રાજ્યના તમામ જિલ્લા ભાજપ અધ્યક્ષને તેડુ મોકલાયું છે. તો જિલ્લા અને લોકસભા બેઠકના પ્રભારીઓને પણ બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


આ ઉપરાંત આજની આ બેઠકમાં તમામ 156 ધારાસભ્યને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે. માર્ચના અંતથી ભાજપ લોકસભા ચૂંટણીનો પ્રચંડ પ્રારંભ કરવાના છે. ત્યારે આજની આ મહાબેઠકમાં પ્રચંડ પ્રારંભની રણનીતિ તૈયાર કરવામાં આવશે. તો ઉમેદવારોના ફોર્મ ક્યારે ભરવા, ક્યારે ઉમેદવારો સાથે કેટલા નેતાઓ કાર્યકરો જોડાશે તે અંગે પણ પ્લાન તૈયાર કરાશે. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકોને હાજર રાખવા તમામ જિલ્લા પ્રમુખ, પ્રભારી અને ધારાસભ્યોને સૂચના આપવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ સંગઠનની સ્થિતિની પ્રદેશ નેતાઓ માહિતી પણ મેળવશે.