સુરતઃ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ સેમેસ્ટર-છનું પેપર ફૂટ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યાના આરોપ વચ્ચે પાંચ પેપર રદ કરવામાં આવ્યા છે. પેપર લીક થયાનું નહી પરંતુ માનવ ભૂલ ગણાવી વીસીએ પેપર રદ કર્યા હતા.


વીસીએ દાવો કર્યો હતો કે પ્રશ્નપત્રના પેપર ભૂલથી ખુલી જતા પેપર રદ કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઇકોનોમિક્સ સેમેસ્ટર-6ના સવાલો ફરતા થયા હતા.પરીક્ષાના અડધા કલાક પહેલા પેપર લીક થયાની રજૂઆતનો ભાવેશ રબારીએ દાવો કર્યો હતો. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો કર્યો હતો કે વાડીયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફૂટ્યુ છે. રદ કરાયેલા પાંચ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.


જે પાંચ પેપરની પરીક્ષા રદ કરવામાં આવી છે તેમાં બી.કોમ ઇન્ડિયન ઇકોનોમિક્સ સેમેસ્ટર-6, બી.એ ડિસ્ટ્રીક્ટ પેપર-18, બી.એ હોમ સાયન્સ પેપર 18, ટીવાય બી.એ સેમેસ્ટર-6નું અંગ્રેજી પેપર-18, ટીવાય હી.એ ગુજરાતી પેપર-18 રદ કરવામાં આવ્યું છે.


ગુજરાતના વાતાવરણમાં પલટો


હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જામનગરના વાતાવરણમાં આજે વહેલીસવારથી જોવા મળ્યો પલટો. સવારથી છવાયું વાદળછાયુ વાતાવરણ છે.  રાજકોટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ. ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી. ખુલ્લામાં પડેલા માલ પહેલા નિકાલ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં નવી આવકો બંધ કરવામાં આવી. ખુલ્લામાં ખેડૂતોનો જણસ નહી ઉતારવા સૂચના આપવામાં આવી છે. ખેડુતોએ પાલમાં નહિ કોથળામાં જ જણસ લઈ આવવા માટે સૂચના. હાલમાં સૌથી વધુ ચણા,ઘઉં,લસણ,મગફળી સહિતના પાકની આવક.


જૂનાગઢ પંથકમાં વાતાવરણમા પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છે. માળીયા હાટીના તાલુકાના ગડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ગીર સોમનાથમાં અચાનક વાતાવરનમાં પલટો આવ્યો. ગાઢ વાદળો છવાયા વરસાદ જેવો માહોલ છે. કેસર કેરી પકાવતા ખેડૂતો ની ચિંતા વધી. કમોસમી વરસાદથી વરસાદ પડે તો ભારે નુકશાન.


ગોંડલના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું. આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો. ધીમી ગતિએ પવન પણ ફૂકાઈ રહ્યો છે.


Education Loan Information:

Calculate Education Loan EMI