સાબરકાંઠાના પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ સાયન્સ કૉલેજમાં પરીક્ષામાં ચોરી કરાવાતી હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આરોપ છે. તેમના કહેવા મુજબ Msc સેમેસ્ટર-4ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરી છે. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ મોબાઈલ સહિતની વસ્તુઓ લઈને બેઠા હોવાનો ખુલાસો યુવરાજસિંહે કર્યો છે. યુવરાજ સિંહે જણાવ્યું કે, “ વિદ્યાર્થીઓ વ્હોટ્સએપ ગ્રુપ બનાવી પરીક્ષામાં ચોરી કરી રહ્યાં છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પરીક્ષાના ઉત્તરોની ચર્ચા શરૂ થઈ જાય છે, 27 માર્ચથી 2 એપ્રિલ સુધીની પરીક્ષામાં ઈ બેફામ ચોરી થઇ છે. કૉલેજના સંચાલકો જ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરાવે છે.
અશ્વિન પટેલ નામનો ક્લાર્ક વિદ્યાર્થીઓને સાહિત્ય પૂરું પાડતો હતો” વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના આરોપ બાદ હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કોલેજ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, 198 વિદ્યાર્થીઓએ Msc સેમેસ્ટર 4ની પરીક્ષા આપી હતી, હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કૉલેજ છે.જો કે આ સમગ્ર મામલે બચાવ કરતા કોલેજ સંચાલક સંજય પટેલે યુવરાજસિંહના આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે. તેમણે કોલેજનો બચાવ કરતા જણાવ્યું કે, “પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ નથી થઈ,મારી સામે કોઈ પુરાવા નથી આવ્યા, આ બધા જ ખોટા પુરાવા ઉભા કરાયા છે”
-