BANASKANTHA : શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું મા અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે. પવિત્ર યાત્રાધામ અંબાજીની નોંધ સમગ્ર દેશ લેતું હોય છે. હાલમાં યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વો ત્રાસ જોવા મળી રયો છે. અમુક સમાજિક તત્વો અંબાજીની ધર્મશાળામાં ઘુસી કામ કરતા કર્મચારીને માર મારવાનો વિડિઓ સીસીટીવીમાં કેદ થયો છે.
અંબાજી માં અસામાજિક તત્વોના આંતકની ઘટના બની છે. સમગ્ર ઘટના અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે આવેલી મહેસાણા વાળી ધર્મશાળામાં બની હતી. મહેસાણા વાળી ધર્મશાળામાં કામ કરતા પ્રવીણ સોલંકી નામના યુવકને અમુક અસામાજિક તત્વો મોબાઈલ આપ તેમ કહીને મોબાઈલ ના આપતા માર માર્યો હતો.
અંબાજીના સ્થાનિક દ્વારા મહેસાણા વાળી ધર્મશાળામાં શુક્રવારના રાત્રે ઘુસી માર મારવાનું સામે આવ્યું છે. ગુંડા તત્વો ધર્મનગરીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યાં છે. અંબાજી મંદિરના બાજુમાં આવેલી મહેસાણાવાળી ધર્મશાળામાં બનેલી સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. ભોગબનનાર પ્રવીણ સોલંકી દ્વારા અંબાજી પોલીસ મથક અરજી આપી છે સાથે યોગ્ય તપાસ કરી અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અંબાજીની મેહસાણાવાળી ધર્મશાળામાં બનેલી ધટનાને લઇ અંબાજી પોલીસ એક્શનમાં આવતા 3 આરોપીની અટકાયત કરી છે. અંબાજી ધર્મશાળામાં બનેલી ધટનાને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેને લઈને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની મુલાકાત વધારી દીધી છે. હવે આ કડીમાં પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવશે. પીએમ મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે. 27મીએ અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ અને જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવવાના છે.
મિશન 2022 માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત
મિશન 2022 માટે હવે કોંગ્રસે પણ કમર કસી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી સપ્તાહે ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધી સાથે મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ગુજરાત આવશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગે આવતીકાલે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત પણ ગુજરાત આવશે. અમદાવાદમાં કોંગ્રેસના અગ્રનીય નેતાઓ સાથે બેઠક કરશે. 2 વાગ્યે અશોક ગેહલોત જયપુરથી અમદાવાદ આવશે. જયપુરમાં વિધાયકોની મીટિંગ પછી અમદાવાદ આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે.