Gujarat Rain Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં નવેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ વરસી શકે છે. અરબસાગરમાં સર્જાયેલી  સિસ્ટમના કારણે ફરી  કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ વરસી શકે છે. અરબ સાગરની સિસ્ટમ જો વધુ મજબૂત બનશે તો ફરી એકવાર ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે તો કચ્છ-મધ્ય ગુજરાત-ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

Continues below advertisement

જો કે ચોમાસા બાદનો વરસાદ ખેતીના પાક માટે સારો નથી. જેથી આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. ઉલ્લેખનિય છે કે, હાલ મગફળી, કપાસ, કઠોળનો પાક લણણી માટે તૈયાર થઇ ગયો હોય છે. ત્યારે આ સમયે વરસાદ તૈયાર થયેલા ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે. વરસાદથી પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી 

Continues below advertisement

હાલ વરસાદી બે સિસ્ટમ એક્ટિવ છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. જે હાલ વેલમાર્ક લો પ્રેશર એરિયા છે.  આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશન બની જશે.આ સિસ્ટમ આગળ જતાં વધુ મજબૂત બની જશે. વધારે મજબૂત બન્યા બાદ પણ તે આગળ વધશે. આ સિસ્ટમ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. આ સિસ્ટમ 21 ઓક્ટોબરે લો પ્રેશર એરિયા બનશે અને ત્યારબાદ તે લો પ્રેશર એરિયા આગળ વધશે. હવે સવાલ એ છે કે શું આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે તો હવામાન વિભાગના મોડલ મુજબ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવશે, હવામાન વિભાગના મોડલ મુજબ આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થશે જેના કારણે  27 ઓક્ટોબરની આસપાસ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વરસાદ લાવશે કે કેમ તેને લઇને હજુ  હવામાનના જુદા જુદા મોડલ જુદુ જુદુ અનુમાન લગાડી રહ્યાં છે. કેટલાક મોડલનું આંકલન છે કે આ સિસ્ટમ આગળ જતાં નબળી પડશે અને તેની અસર ગુજરાત નહિ વર્તાય એટલે કે આ સિસ્ટમની ગુજરાતમાં વરસાદ નહિ આવે, ટૂંકમાં આ સિસ્ટમ મજબૂતાઇથી કેટલી આગળ વધે છે. તેના પણ ગુજરાતના આગામી દિવસોના હવામાનનો આધાર રહેલો છે.

હાલ રાજ્યમાં મગફળી, કપાસ, તુવેર, મગ, સહિતના પાક તૈયાર હોવાથી લણણીનું કામ ચાલી રહ્યું હોય ત્યારે વરસાદની આગાહી હોવાથી આ કામ જલ્દીથી પતાવીને તૈયાર પાકને સલામત સ્થળે રાખવો હિતાવહ છે.

તો બીજી તરફ તમિલનાડુમાં વરસાદે દીવાળીની મજા બગાડી છે. સોમવારે સવારે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ભારે વરસાદે તબાહી મચાવી હતી. ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.ચેન્નાઈમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે માર્ગ અને હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો છે. ઘણા વિસ્તારોમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા છે. આગામી દિવસોમાં પણ ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા શહેરોમાં  છુટછવાયો  વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.