શોધખોળ કરો

Ambalal patel: અંબાલાલ પટેલની ગુજરાતમાં માવઠાને લઈ આગાહી, જાણો કયા જિલ્લામાં વરસશે વરસાદ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટલેની આગાહી અનુસાર આગામી દિવસોમાં હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટી જશે. અરબ સાગરમાં ભેજનું પ્રમાણ વધતા તેની અસર ઓછી થઈ જશે.  બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. 

આ જિલ્લામાં પડી શકે છે વરસાદ 

અંબાલાલ પટેલી આગાહી અનુસાર આજે પણ અનેક  જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.  કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. તેમની આગાહી અનુસાર,  ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળશે.  સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હવામાનમાં પલટો આવી શકે છે. પંચમહાલ અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદી છાંટા પડી શકે છે.

ખેતી પાકને ભારે નુકસાન થવાની ભીતિ

ઉત્તર ભારતમાં સક્રિય થનારા પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોખમ  છે. આ પલટાની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાને  કારણે ખેતીના પાકો, ખાસ કરીને જીરું, ઘઉં અને કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 

હવામાન વિભાગની કમોસમી વરસાદને લઈ આગાહી

હવામાન વિભાગે અનેક  જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે  અમદાવાદ, અમરેલી સહિતના જિલ્લાઓમાં  કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હજુ માવઠાનું સંકટ ટળ્યું નથી. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ માવઠું ખેડૂતોની દશા બગાડી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદનું અનુમાન છે. જ્યારે દક્ષિ-મધ્ય ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, જામનગર, મોરબી પંથકમાં પણ વાતાવરણ પલટાવાની શક્યતા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
Embed widget