Rain In Gujarat: ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર હાલમાં ઓડિશા બાજુ તારીખ 26 આસપાસ એક લો પ્રેશર બનશે જે ડીપડેપ્રેશન સુધી જવાની શક્યતા છે. ઓડિશાના ભાગો, આંધ્રના ભાગો, છત્તીસગઢના ભાગોથી પશ્ચિમ ભાગો સુધી તેની અસર જોવા મળશે.


તારીખ 25 અને 26 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગો, કર્ણાટકના ભાગો અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદના પગલે ગંગા, જમનાના જળસ્તરમાં વધારો થશે અને ઉત્તર ભારતની નદીઓમાં પુર આવવાની શક્યતા છે. 24 જુલાઈના જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.


તારીખ 25 અને 26 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે. 27 જુલાઈ થી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત ના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, મેહસાણા, વિરમગામમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મધ્યગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ અને જંબુસરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 194 તાલુકામાં વરસાદ


છેલ્લા 24 કલાકમાં ભાવનગર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજકોટના કોટડાસાંગાણીમાં પોણા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જામનગરના લાલપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં અમરેલીના બાબરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકામાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના ગાંધીધામમાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ભાવનગરના સિહોરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના વેરાવળમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મહેસાણાના સતલાસણામાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં નર્મદાના નાંદોદમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા બે ઈંચ વરસાદ


ઈડર, ઉમરાળા, રાજકોટમાં સવા બે ઈંચ વરસાદ


અંકલેશ્વર, જામનગર, ખેડબ્રહ્મામાં પોણા બે ઈંચ વરસાદ


વાલોડ, પલસાણા, સોનગઢમાં પોણા બે ઈંચ વરસાદ


ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ


જેસર, જસદણ, ધરમપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


તાલાલા, થાનગઢ, કામરેજમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


ઝઘડીયા, ચીખલી, ઘોઘા, બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ


મુન્દ્રા, અબડાસા, વઘઈ, આહવામાં સવા ઈંચ વરસાદ


લાઠી, મહુવા, વાંસદા, ગીર ગઢડામાં સવા ઈંચ વરસાદ


15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો