Gujarat Weather: ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી વરસી રહી છે, આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે, ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની વાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના કહેવા પ્રમાણે, રાજ્યમાં તોફાની પવનો ફૂંકાશે અને સાથે સાથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાશે, તો વળી ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ સંભાવના છે. 

ગુજરાતના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં આફતના એંધાણ છે. ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે. મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન, વાવાઝોડાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 25 એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની કરી આગાહી છે. તો 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. ૮ મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આ બાદ મેથી 4 જુન સુધી અરબી સમુદ્રમાં સાઇકલોનનું નિર્માણ થશે. વાવાઝોડાના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતી 45 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે તેવું તેમનું કહેવું છે. 

IMDની આગાહી પ્રમાણે, 26 એપ્રિલથી 4 મે સુધી પૂર્વીય પવનો ફૂંકાવાની શક્યતા છે.  દેશના કેટલાક ભાગોમાં હવામાન બદલાવાનું છે જ્યાં તોફાની પવન અને કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડી શકે છે. વિભાગે ચેતવણી આપી છે કે આ સમયગાળા દરમિયાન લોકોએ આ સ્થળોએ સતર્ક રહેવું જોઈએ. 26 થી 29 એપ્રિલ 2025 દરમિયાન, ભારતના પૂર્વીય ભાગોમાં વાવાઝોડા, વીજળી અને ભારે તોફાની પવનો સાથે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 26 થી 29 એપ્રિલ દરમિયાન, પૂર્વી ભારત અને પૂર્વી ઉત્તર પ્રદેશના નજીકના ભાગોમાં છૂટાછવાયાથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જેમાં વાવાઝોડા, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પરિવર્તન આવશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે મેના પહેલા અઠવાડિયામાં હવામાન બદલાશે. ત્યાં જ ધૂળવાળું હવામાન પણ મે મહિનામાં જોવા મળશે. આ સિવાય ધૂળનું તોફાન ચાલશે. કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ 45 કિ.મી સુધી પહોંચી શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારા દિવસમાં એટલે કે મે મહિનામા બેથી ત્રણ વખત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આવનાર સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવીટી બેથી ત્રણ વખત જોવા મળશે. એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની કોઇ શક્યતા નથી. પરંતું 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે.