ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  તેમના જણાવ્યા મુજબ અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. એક પછી એક બનતા લો પ્રેશરના કારણે વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


અંબાલાલ પટેલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ મહારાષ્ટ્રના  સરહદી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  અમરેલી, બોટાદ,સાવરકુંડલામાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ  રાજકોટ,ચોટીલા અને થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમણે કરી છે. બનાસકાંઠા અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


અમદાવાદ-ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા


અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 28 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત બનશે અને લો પ્રેશરના કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. નદીઓમાં પૂર આવે તેવી શક્યતા છે. સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. 


કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી


ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી તેમણે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની આગાહી તેમણે કરી છે.તાપી નદીનું જળસ્તર વધશે. સુરત અને ભરુચમાં પણ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જ્યારે જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.


રાજ્યના અનેક જિલ્લાઓમાં 6 ઈંચથી લઈ 10 ઈંચ વરસાદ થશે


નર્મદા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાબરમતી નદી બે કાંઠે થશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં 6 ઈંચથી લઈને 10 ઈંચ સુધી વરસાદની આગાહી તેમણે કરી છે.    


Rain: મહેસાણાના વિજાપુરમાં બારેમેઘખાંગા, 4 કલાકમાં 8 ઇંચ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન