Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી દિધી આગાહી
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં હવામાન વિભાગે પણ આજે અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ આગાહી કરી છે.

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં હવામાન વિભાગે પણ આજે અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે તેમણે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ-ગાંધીનગરમાં 22 તારીખની આજુબાજુમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં 24 જૂનથી વરસાદનું જોર વધશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 24 જૂનથી વરસાદનું જોર વધશે. 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી તેની અસરો જોવા મળશે. ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવશે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. વડોદરા અને પંચમહાલના ભાગોમાં અને મહીસાગરમાં અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસ્યો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 30 તાલુકામાં 24 કલાકમાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડના પારડીમાં સવા પાંચ, તો કપરાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ સિવાય ધરમપુરમાં સવા ચાર, ઉમરગામમાં ચાર, ખેરગામમાં ચાર ઈંચ, હાંસોટ અને ઓલપાડમાં પોણા ચાર ઈંચ, વઘઈ, વાલિયામાં સાડા ત્રણ- ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ, માંગરોળમાં અઢી, વલસાડ શહેરમાં અઢી ઈંચ, આહવા, સુબીર, કામરેજમાં બેથી અઢી ઈંચ, બારડોલી, અંકલેશ્વર, ચીખલીમાં વાંસદામાં દોઢથી બે ઈંચ, વ્યારા, સુરત શહેર, નેત્રંગમાં સવાથી દોઢ ઈંચ, ડેડિયાપાડા, પલસાણા, ગરબાડા, વાલોદ, સાગબારામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
કાલે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે. હવામાન વિભાગે શનિવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો રવિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે.





















