Rain Forecast:રાજ્યભરમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદે ખેતી પાકને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલ પટેલે નવેમ્બરમાં લગભગ  સમગ્ર મહિના દરમિયાન વરસાદની આગાહી કરી છે. વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં એક્ટિવ થશે જેની અસરથી ફરી એકવાર કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે.

Continues below advertisement

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની   આગાહી કરી છે. તેમના આંકલન મુજબ 2 નવેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં  હજુ  કમોસમી  વરસાદ વરસતો રહેશે.સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. ત્રણ દિવસના વિરામ બાદ 5 નવેમ્બરથી બીજી સિસ્ટમ  સક્રિય થશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ ખાડીમાં ફરી લો- પ્રેશર સિસ્ટમ  સક્રિય થશે. બંગાળ સાગરમાં લો-પ્રેશરના કારણે ગુજરાતનું  હવામાન બદલાશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા સાથે ભાર વરસાદનું સંકટ હોવાની ચેતવણી આપી છે.  અંબાલાલ પટેલના આંકલન મુજબ દરિયામાં વારંવાર લો-પ્રેશરના કારણે હવામાનમાં પલટો નવેમ્બરમાં પણ પલટો આવતો રહશે. અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, વારંવાર ઋતુચક્ર બદલાતા ખેડૂતો  પાયમાલ થશે. અંબાલાલ  પટેલે ઠંડી વિશે પણ આગાહી કરી છે. તેમના આંકલન મુજબ  રાજ્યમાં  22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની શરૂઆત થઇ જશે.

હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  કમોસમી વરસાદે ખેતી પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં હજુ પણ આગામી 3 નવેમ્બર સુધી વરસાદ વરસશે. અરબી સમુદ્રુમાં સર્જાયેલી સિસ્ટમ એટલી પ્રબળ છે કે, તેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રની સિસ્ટમે વધુ એક વખત વળાંક લેતા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3 નવેમ્બર સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે પોરબંદર, દેવભૂમિ દ્વારકા,  ગીર સોમનાથ, જૂનાગઢ.  જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ ભારે વરસાદનું અનુમાન  વ્યક્ત કર્યું છે.