ગાંધીનગર: 14 ઓક્ટોબરે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ભારત - પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. આ  મેચમાં વરસાદી વિઘ્ન રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  નવરાત્રિ દરમિયાન ગુજરાતના અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પાડવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મેચ અને નવરાત્રિ દરમિયાન થનારા વરસાદ અંગે આગાહી કરી છે.  


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  14 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.  14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે.  16મી તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે.  16મી તારીખથી અરબી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 17, 18 અને 19મીએ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે. 20 ઓક્ટોબરથી લઈને 24 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રવાત ઉભુ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   અરબી સમુદ્રના ચક્રવાતના કારણે ગુજરાતના દરિયાકાંઠે વરસાદ પાડવાની શક્યતા છે. 


બનાસકાંઠા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી


નવરાત્રિને હવે 2 દિવસનો જ સમય છે ત્યારે આગામી સપ્તાહ હવામાન કેવું રહેશે તે જાણવુ જરૂરી છે. હવામાન વિભાગે છુટછવાયા વરસાદના સંકેત આપ્યાં છે. 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાની મેચ અમદાવના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમનાર છે. જો કે 14 ઓક્ટોબરે મેચમાં વરસાદની નહિવત શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.   . વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નવરાત્રીના  રંગમાં ભંગ પડી શકે છે.  પહેલા બે નોરતામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  સમય દરમિયાન સાબરકાંઠા બનાસકાંઠા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે.   


વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ 14 ઓક્ટોબર શનિવારના રોજ  અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ રમાવાની છે. મેચને લઇને ક્રિકેટ રસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઇકાલે પાકિસ્તાનની મેચ નેટ પ્રેકટિસ કરી હતી. મહામુકાબલો જોવા ક્રિકેટ રસિયા આતુર છે.


વેસ્ટર્ન  ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે આગામી 3થી4 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે પરંતુ અમદાવાદમાં 14ઓક્ટોબરે વરસાદની શકયતા નહિવત હોવાથી વરસાદ મેચમાં વિઘ્ન રૂપ નહિ બને તેવી શક્યતા જોવાઇ રહી છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial