શોધખોળ કરો

રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

Gujarat Weather Forecast: રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહયો છે,. પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલે પણ 5 જૂન સુધી રાજ્યમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. એટલું જ નહીં, 15થી 20 જૂન વચ્ચે પણ વાતાવરણ અનુકૂળ બનતા વરસાદની શક્યતા રહેલી છે.ચોમાસાની ગતિ  અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 72 કલાકમાં કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. કેરળમાં ચોમાસું બેસ્યા બાદ તેની અસર ધીમે ધીમે પશ્ચિમ ભારત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં પણ વરસાદી માહોલ વધુ સક્રિય બની શકે છે. હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ તેમજ નિષ્ણાતોની આગાહીના આંકલન  મુજબ 5 જૂન સુધી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે પરંતુ મોનસૂન પણ સારી ગતિથી આગળ વઘતું હોવાથી તેની અસરથી ગુજરાતમા બિલકુલ વરસાદ બંધ થાય તેવી કોઇ શક્યતા નથી પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસતો રહશે. અને 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની વિધવત એન્ટ્રી થઇ શકે છે જેથી 15 જૂન બાદ ચોમાસાનું વરસાદ શરૂ થઇ જાય તેવી શકયતા છે. મોનસૂન એક્ટિવિટિ અને સારી ગતિથી આગળ વધતા મોનસૂનના કારણે હાલ રાજ્યના તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બનતાં રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી, જોકે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું.

ઉત્તર ગુજરાતમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતા
પાટણ જિલ્લાના રૂની, માતરવાડી, ગોલાપુર અને અનાવાડા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ
બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, લાખણી, પાલનપુર, અમીરગઢ, વડગામ અને કાંકરેજ પંથકના થરા તથા શિહોરી સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. બાજરી, જુવાર અને મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ
મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ
મહીસાગર જિલ્લામાં લુણાવાડા, કડાણા, વિરપુર, ખાનપુર, સંતરામપુર અને કોઠંબા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવનના કારણે અનેક સ્થળોએ મંડપ ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. બાલાસિનોરમાં કથાના પંડાલને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

દાહોદ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget