જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 29 મેથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડવાની સંભાવના છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
25 મેથી રોહિણી નક્ષત્ર બેસતા વાતાવરણ પલટાશે; આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા અને 26 મેથી કેરળમાં ચોમાસું બેસવાનું અનુમાન.

- અંબાલાલ પટેલ: ૨૯ મેથી ગુજરાતમાં પ્રિ-મોનસૂન વરસાદની સંભાવના.
- રોહિણી નક્ષત્ર બાદ ૨૫ મેથી વાતાવરણમાં પલટો આવશે.
- ૨૯ મેથી ૮ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છમાં ૧ ઇંચથી વધુ વરસાદ.
- ૨૬ મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચી જશે, ખેડૂતોને રાહત.
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. તેમની નવી આગાહી મુજબ, રાજ્યમાં બહુ જલ્દી પ્રિ-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. આગામી 29 મેથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી તાપમાનનો પારો નીચે જશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે. આ ઉપરાંત, કેરળમાં ચોમાસાની એન્ટ્રી અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તારીખો અંગે પણ તેમણે મહત્વપૂર્ણ અંદાજ વ્યક્ત કર્યો છે.
રોહિણી નક્ષત્ર બેસતા જ શરૂ થશે વરસાદ
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 મે એટલે કે કાલથી રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. આ નક્ષત્ર ઉતરતાની સાથે જ વાતાવરણમાં મોટો પલટો આવશે અને રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસવાનું શરૂ થઈ જશે. ખાસ કરીને 29 મેથી લઈને 8 જૂન વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે.
તેમણે જણાવ્યું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ 1 ઈંચ સુધીનો પ્રિ-મોનસૂન વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે.
આજે સાંજે આ વિસ્તારોમાં પલટાશે વાતાવરણ
આજના હવામાન અંગે વાત કરીએ તો, આજે સાંજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 10 થી 15 મીમી જેટલો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી છાંટા પડી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આજથી જ રાજ્યમાં પવનની ગતિમાં વધારો જોવા મળશે. આશરે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. આ વાદળછાયા વાતાવરણ અને તેજ પવનના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત અનુભવાશે.
આ પણ વાંચોઃ આ રાજ્યોમાં 30 મે સુધી દેશમાં ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
જૂન મહિનામાં ક્યાં-ક્યાં પડશે વરસાદ?
જૂન મહિનાની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે 8 જૂન પછી સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં માવઠા સ્વરૂપે ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે 7 જૂન સુધીમાં સાબરકાંઠા અને પંચમહાલ પંથકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ જૂન મહિનામાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ અને આણંદમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતો માટે સારા સમાચાર આપતા અંબાલાલ પટેલે ચોમાસાના આગમન અંગે પણ મોટી વાત કરી છે. તેમના અનુમાન મુજબ 26 મેથી લઈને જૂનની શરૂઆત સુધીમાં ચોમાસું કેરળ પહોંચી જશે.
Frequently Asked Questions
રાજ્યમાં ક્યારથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થશે?
રોહિણી નક્ષત્ર શરૂ થવાથી હવામાનમાં શું ફેરફાર થશે?
રોહિણી નક્ષત્ર 25 મેથી શરૂ થઈ રહ્યું છે. તેના ઉતરતાની સાથે જ વાતાવરણમાં મોટો પલટો આવશે અને પ્રિ-મોનસૂન વરસાદ શરૂ થઈ જશે.
આજે સાંજે કયા વિસ્તારોમાં વાતાવરણ પલટાશે અને વરસાદ પડી શકે છે?
આજે સાંજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 10 થી 15 મીમી વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી છાંટા પડી શકે છે.
જૂન મહિનામાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે?
8 જૂન પછી સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને 7 જૂન સુધીમાં સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, આણંદમાં પણ હળવા વરસાદની શક્યતા છે.





















