ગાંધીનગર: આગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ 24 તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ લાવશે.
વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થશે. 4 ઓગસ્ટથી અરબ સાગરમાં ડીપ ડીપ્રેશન સર્જાશે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. ઓગસ્ટના મધ્ય સુધી રાજ્યમાં વરસાદ વિરામ લે તેવા સંકેતો નહિવત છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23થી 26 જુલાઈ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
24 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર
હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેશે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ 24 તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
હવામાન નિષ્ણાત આંબાલાલના અનુમાન મુજબ વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થશે. 4 ઓગસ્ટથી અરબ સાગરમાં ડીપ ડીપ્રેસન સર્જાશે, જેના પગલે ફરી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. ઓગસ્ટના મધ્ય સુધી રાજ્યમાં વરસાદ વિરામ લે તેવા સંકેતો નહિવત છે.
ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ
રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે.
દ્વારકામાં છેલ્લા બે દિવસમાં વરસેલા 12 ઈંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. 12 ઈંચ વરસાદમાં દ્વારકાનગરી જળબંબાકાર થઈ છે. દ્વારકાના ભદ્રકાળી ચોકમાં તળાવની જેમ પાણી ભરાયા છે. જેને લઈ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.