શોધખોળ કરો

યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

ઈઝરાયેલ અને અમેરિકાના ઈરાન પર હુમલાના કારણે કેટલાક ગુજરાતીઓની પણ મુશ્કેલી વધી છે. બેહરિન સહિતના એરપોર્ટ પર ગુજરાતી પ્રવાસી ફસાયા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટના યાત્રિકોનો સમાવેશ થાય છે.

વૈશ્વિક સ્તરે હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે લાખો મુસાફરો અટવાઈ ગયા હતા. ભારતમાં, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તાત્કાલિક કાર્યવાહી કરી અને ભારતીય એરલાઇન્સને 2 માર્ચ સુધી 11 દેશો (ઈરાન, ઇઝરાયલ, લેબનોન, UAE, સાઉદી અરેબિયા, બહેરીન, ઓમાન, ઇરાક, જોર્ડન, કુવૈત અને કતાર) ના એરસ્પેસ ટાળવાની સલાહ આપી. આ સલાહને અનુસરીને, ઇન્ડિગો, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન્સે મધ્ય પૂર્વ માટે તેમની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી

ઇઝરાયલ ઇરાનના યુદ્ધ વચ્ચે પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. દુબઇ સહિતના એરપોર્ટ પર પ્રવાસી ફસાયા હોવાના અહેવાલ છે. ગુજરાતના વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદના કેટલાક લોકો પણ યુદ્ધના કારણે દુબઇ અને બેહરીન  એરપોર્ટ પર ફસાયા છે.  વડોદરાના 500થી વધુ લોકો ઉમરામાં ફસાયા છે. જેદ્દાહ એરપોર્ટ પર પણ વડોદરાના 52 પ્રવાસી અટવાયા છે. દુબઈ અને બહેરીન એરપોર્ટ પર પણ વડોદરાના અનેક લોકો ફસાયેલા છે.

બેહરિનમાં ગુજરાતી પરિવાર ફસાયાનો એક વીડિયો  જોવા મળ્યો છે, જેમાં તે વીડિયો દ્વારા ત્યાંનો યુદ્ધનો માહોલ દર્શાવવાના પ્રયાસ કરતો જોવા મળે છે. ગુજરાતી પરિવાર મિસાઇલ  જોઈને કહી રહ્યો છે, જુઓ હવે ધડાકો બોલશે.મિસાઈલ પડતી હોય અને ગુજરાતી ભાષામાં  બોલતા હોય તેવો એક વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અચાનક ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા    ઉમરાહમાં ગયેલા 25 હજાર જેટલા ગુજરાતીઓ સાઉદીમાં ફસાઇ ગયા છે. અશાંતિ અને યુદ્ધના માહોલ વચ્ચે દુબઇથી અમદાવાદ આવતી તમામ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. નોંધનિય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, કચ્છના તમામ યાત્રિઓ હાલ દુબઇ સહિતના એરપોર્ટમાં ફસાયા છે પરંતુ બધા જ સલામત હોવાના અહેવાલ છે. આ ફસાયેલા લોકોના પરિવારના લોકોએ વીડિયો કોલ કરીને ખબરઅંતર પૂછ્યાં હતા. 

આજે 444 ઉડાન રદ થવાની આશંકા

નોંધનિય છે કે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. આજે અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ છે.  આ મામલે  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે  નિવેદન જાહેર કર્યું છે કે, ખાડી દેશોમાં એયરસ્પેસ બંધ હોવાના કારણે અનેક ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી છે. ભારતમાં કાલે 410 ફ્લાઈટ  રદ કરી હતી. આજે 444 ઉડાન રદ થવાની આશંકા છે. પ્રવાસીઓને ફ્લાઈટનું સ્ટેટ્સ ચેક કરીને જ  એરપોર્ટ જવા રવાના થવાની સૂચના અપાઇ છે.        

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ

Embed widget