Nepal Protest: નેપાળમાં વધી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, આંધ્રપ્રદેશ અને ગુજરાતની સરકારોએ ત્યાં ફસાયેલા પોતપોતાના રાજ્યોના નાગરિકોની સલામતી અને પરત ફરવાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. ઉલ્લેખનિય છે કે, નેપાળમાં  તણાવની સ્થિતિ અને હિંસક પ્રદર્શન વચ્ચે ગુજરાતના 300થી વધુ પ્રવાસી ફસાયા છે.

 નેપાળમાં ફસાયેલા ગુજરાતમાં ભાવનગરના 43, સુરતના 10 લોકો સહિત રાજકોટ, અરવલ્લી એમ કુલ 300 પ્રવાસી ફસાયાનું અનુમાન છે. ગઈકાલે નેપાળ પહોચેલા સુરતના 10 લોકો કાઠમંડૂમાં અટવાયા છે. તમામ લોકો કાઠમંડૂની એક હોટેલમાં સુરક્ષિત છે. સુરતનાં 10 પ્રવાસીઓની 13 સપ્ટેમ્બરની  રિટર્ન ફ્લાઈટ છે. ગુજરાત સરકાર બધા જ પ્રવાસીઓને સહી સલામત પરત લાવવા માટે કાર્યરત છે અને સતત વિદેશી મંત્રાલય સાથે સંપર્કમાં છે.

 

નેપાળના પોખરામાં ભાવનગર શહેર અને જિલ્લાના 43 યાત્રિકો બે દિવસથી ફસાયા છે,નેપાળમાં ચાલી રહેલ હિંસક ઘટનાઓ વચ્ચે 43 પ્રવાસીઓ એક હોટલમાં શરણાર્થ લીધી છે. 29- 8- 2025 ના રોજ ભાવનગરના નારી ગામ ખાતેથી 22 દિવસ માટે ટુર વિવિધ ધાર્મિક સ્થળોએ યાત્રા માટે  નીકળી હતી. બે દિવસ પહેલા કાઠમંડુ બાદ આ ટુર નેપાળના પોખરામાં પહોંચતા તમામ પ્રવાસીઓ ફસાઈ ગયા છે. ફસાયેલા પ્રવાસીઓમાં મોટાભાગના વૃદ્ધ દંપતિઓ સાથે અનેક પ્રવાસીઓ છે

કાઠમંડુ મા ફાટી નીકળેલ તોફાનમાં સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારના યાત્રિકો પણ  ફસાયા છે. આ લોકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને મદદ માંગી છે. ફસાયેલ ગુજરાતીઓને હોટલની બહાર નિકળવા દેવામાં નથી આવી રહ્યા. શહેરના રતનપર વિસ્તારમાં રહેતા વિરમભાઈ ડાભી અને તેમના પત્ની કાઠમંડુ માં ફસાયા છે. કાઠમંડુ ની એક હોટલમાં હાલ તેઓ સલામત છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ભારત સરકાર પાસે તેમને પરત લાવવા માંગ કરી રહ્યા છે. નેપાળમાં ફસાયેલા લોકોના પરિવારમાં ચિંતા મોહોલ છે. રાજકોટના સ્થાનિક મગનભાઈ ધડુક અને હંસાબેન ધડુક સહિત 6 વ્યક્તિ નેપાળમાં ફસાયા છે. જૂનાગઢમાં રહેતા રમેશભાઈના પરિવારમાં ચિંતાનો માહોલ  છે. ધડુક પરિવાર હાલ નેપાળમાં સુરક્ષિત સ્થળે છે. પરિવાર સરકારને તમને સલામત લાવવા માંગણી કરી રહી છે. અમદાવાદ વસ્ત્રાલ આકૃતિ સોસાયટીમાં રહેતા ૩ અલગ અલગ પરિવારના 9 લોકો એક સાથે ફરવા ગયા હતા.નેપાળની પરિસ્થિતિ વિકટ બનતા હાલ એક જ સોસાયટીના 9 લોકો ત્યાંજ હજુ સુધી ફસાયેલા છે. વસ્ત્રાલથી કુલ 37 લોકો ટૂરમાં ફરવા ગયા હતા. આ લોકો 1 સપ્ટેમ્બરે ફરવા નીકળેલ હતા, 12 તારીખે પરત ફરવાના હતા.

નેપાળમાં ફસાયેલા અમદાવાદના લોકોના નામ

મહેશભાઈ પટેલ,જશુભાઈ પટેલ,ચીમનભાઈ પંચાલ ,મધુ બેન પંચાલ,જસ્સી બેન પટેલ,અંજના બેન પટેલ,નૈના બેન પટેલ,રમેશ ભાઈ પટેલ,વસંતી બેન પટેલ, 1. દિલીપસિંહ સિસોદિયા,  ચંદ્રકાંતભાઈ પટેલ,ખુશ્બુબેન પટેલ, શિલ્પાબેન પંચાલ,5. ઋત્વિકભાઈ પટેલનો સમાવેશ છે. 

અરવલ્લી જિલ્લાથી પ્રવાસમાં ગયેલો એક પરિવાર પણ હાલ  નેપાળમાં ફસાયો છે. નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત હોવાના અહેવાલ મળ્યાં છે. અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા.  અહીં ફસેયાલા લોકોએ પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે. તેમના કહેવા મુજબ આજુબાજુની ૧૦૦ મીટરમાં છ હોટલ પ્રદર્શનકારીઓ  હોટેલમાં પણ આગ ચાંપી હતી. નેપાળમાં અશાંતિ અને તોફાનના કારણે પ્રવાસે ગયેલા લોકોનો પરિવાર પણ ચિંતિત છે અને ભારત સરકારને સુરક્ષિત તાત્કાલિક વાપસી માટે અનુરોધ કરી રહ્યાં છે.