શોધખોળ કરો

અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ

આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 16 મેના રોજ, તેઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમિત શાહ ગુજરાત પ્રવાસે, વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
  • ગાંધીનગર લોકસભા વિસ્તારાના અધિકારીઓ સાથે બેઠક યોજાશે.
  • વિવિધ પ્રોજેક્ટ્સ, હોસ્પિટલોની કામગીરીની પણ સમીક્ષા થશે.
  • મધુર ડેરી પ્લાન્ટ, IT પાર્કનું કરશે ઉદ્ઘાટન.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે સવારે 10:00 વાગ્યે, તેઓ એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે સ્થિત દક્ષિણ-પશ્ચિમ ઝોન કાર્યાલયમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' હેઠળ વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોને ઇન્ટરલિંક કરવા અને તેમના નવીનીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

એસજી હાઇવે અને માણસા નગરપાલિકા વિકાસ પ્રોજેક્ટ્સ પર ચર્ચા
કેન્દ્રીય ગૃહમંત્રી બપોરે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરશે, જેમાં ખાસ કરીને એસજી હાઇવેના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, અધિકારીઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા માણસા નગરપાલિકામાં તળાવો, હોસ્પિટલો અને અન્ય જન કલ્યાણકારી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે તેવી અપેક્ષા છે.

વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા
આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 16 મેના રોજ, તેઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. મતવિસ્તારમાં સરકારી હોસ્પિટલોની કામગીરી અને અખંડ આનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટના કાર્યની સમીક્ષા કરવા માટે ખાસ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન

નવા ચૂંટાયેલા કાઉન્સિલરો  સાથે મુલાકાત
ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચલાવવામાં આવી રહેલા અનોખા અભિયાન "રમશે બાળક - ખિલેશે બાળક"હેઠળ રમકડા સંગ્રહ અભિયાનના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે વાતચીત કરશે. આ ઉપરાંત, તેઓ ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિધાનસભા મતવિસ્તારના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે પણ સૌજન્ય મુલાકાત કરશે અને તેમની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરશે.

17 મેના રોજ મધુર ડેરીના નવા પ્લાન્ટ અને આઇટી પાર્કનું ઉદ્ઘાટન
તેમની મુલાકાતના બીજા દિવસે, અમિત શાહ અમદાવાદના ત્રાગડમાં ગણેશ હાઉસિંગ દ્વારા બનાવવામાં આવેલ "મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક"નું ઉદ્ઘાટન કરશે. તેઓ ગાંધીનગર જિલ્લાના દશેલામાં મધુર ડેરી દ્વારા બનાવવામાં આવેલ અત્યાધુનિક 5,૦૦,૦૦૦ લિટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ઇન્ફોસિટી ખાતે NIDના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC)નું ઉદ્ઘાટન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ભાજપના નેતાઓ દારૂ-જુગારના અડ્ડા ચલાવે છે'
સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ભાજપના નેતાઓ દારૂ-જુગારના અડ્ડા ચલાવે છે'
કોપીરાઈટ- ટ્રેડમાર્કનો વિવાદ વકરતા સાળંગપુર હનુમાનજી મંદિરની સ્પષ્ટતા, હનુમાનજીનો નથી લેવાયો કોપીરાઈટ
કોપીરાઈટ- ટ્રેડમાર્કનો વિવાદ વકરતા સાળંગપુર હનુમાનજી મંદિરની સ્પષ્ટતા, હનુમાનજીનો નથી લેવાયો કોપીરાઈટ
Advertisement

વિડિઓઝ

Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Ramesh Katara Statement Controversy : મંત્રી કટારાએ માગી શિક્ષકોની માફી, 'મારા શબ્દો પાછા ખેંચુ છું'
Share Market News : ઈરાન અમેરિકા શાંતિ સમજૂતી બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો
Farmers Protest : રાજ્યભરના ખેડૂતોની આજે ગાંધીનગર કૂચ, ખાનગી કંપનીઓ સામે આક્રોશ
Iran US Deal News : અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી, સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, સરકારે મે મહિનનાના ફુગાવાના આંકડા કર્યા જાહેર, જાણો શું થયું મોંઘું?
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, સરકારે મે મહિનનાના ફુગાવાના આંકડા કર્યા જાહેર, જાણો શું થયું મોંઘું?
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
શું E85 ઇંધણ આવવાથી E20 વાહનો બેકાર થઈ જશે? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
શું E85 ઇંધણ આવવાથી E20 વાહનો બેકાર થઈ જશે? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
ભારતીય સેનાની મહિલાઓ નહીં પહેરી શકે આ ખાસ પ્રકારના કપડા, જાણો કેમ લગાવવામાં આવ્યો પ્રતિબંધ
ભારતીય સેનાની મહિલાઓ નહીં પહેરી શકે આ ખાસ પ્રકારના કપડા, જાણો કેમ લગાવવામાં આવ્યો પ્રતિબંધ
Weather Update: દેશના આ રાજ્યોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, ચોમાસાને લઈ જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના આ રાજ્યોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, ચોમાસાને લઈ જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget