અમરેલીઃ રાજુલા ભાજપ દ્વારા ગઈ રાત્રે  લોક ડાયરો યોજાયો હતો. લંપી વાયરસના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું. આ લોક ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા 1.11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. કોંગી ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આ કાર્યક્રમમાં એક લાખ અગ્યાર હજાર રૂપિયાનું આપવામાં આવ્યું દાન. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. 


લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ નેતા પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકી દ્વારા આયોજન કરાયું હતું. ભાજપ નેતા પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકી, સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા સહિત નેતાઓ દ્વારા રૂપિયા ઉડાળ્યા હતા. ડાયરાની રમઝટ વચ્ચે "કમા"ની એન્ટ્રી થતા જનનેદની ઉમટી પડી હતી. 


Gujarat Election : ચૂંટણી લડવા હવે યુથ કોંગ્રેસ મેદાન, 3 સિટિંગ ધારાસભ્યોની બેઠકો પર કર્યો દાવો, ખેંચતાણ થવાની સંભાવના


અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી લડવા યુથ કોંગ્રેસ મેદાને છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ટિકિટ માંગી છે. 


હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર નોંધાવી દાવેદારી. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ માંગી ટિકિટ. સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર નોંધાવી દાવેદારી. સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ છે. યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે પણ માંગી ટિકિટ.


અંકિતાબેન ઠાકોરે બનાસકાંઠાની પાલનપુર બેઠક પર નોંધાવી દાવેદારી. અંકિતાબેન ઠાકોર પાલનપુર નગરપાલિકાના સદસ્ય પણ છે. યુથ કોંગ્રેસના બનાસકાંઠાના ઉપપ્રમુખ સંજય ચૌધરીએ માંગી ટિકિટ . સંજયભાઈ ચૌધરીએ પાલનપુર બેઠક પર નોંધાવી દાવેદારી . સંજય ચૌધરી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પણ છે. 
ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી ઉપેન્દ્રસિંહ જાડેજાએ માંગી ટિકિટ . ઉપેન્દ્રસિંહ જાડેજાએ કચ્છની માંડવી બેઠક પર નોંધાવી દાવેદારી.


યુથ કોંગ્રેસના પંચમહાલ જિલ્લાના પ્રમુખ મિકી જોસેફે માંગી ટિકિટ . મિકી જોસેફે ગોધરા બેઠક પરથી નોંધાવી દાવેદારી. યુથકોંગ્રેસના મહામંત્રી રાહુલ પરમારે પણ માંગી ટિકિટ. રાહુલ પરમારે અમદાવાદની અસારવા બેઠક પર નોંધાવી દાવેદારી . યુથ કોંગ્રેસના મહામંત્રી ઈરફાન શેખે પણ માંગી ટિકિટ . ઈરફાન શેખે સુરતની લિંબાયત બેઠક પર નોંધાવી દાવેદારી.