અમરેલી: અમરેલી જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના વડેરા અને નાના ભંડારીયા ગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો છે. કુંકાવાવ રોડ ઉપર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદને પગલે અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઈવે બંધ થયો છે. ધોધમાર વરસાદને લઈને નાળા છલકાયા છે.
બપોરે 3 વાગ્યે ધોધમાર વરસાદની શરુઆત થઈ હતી. વીજળીના કડાકા સાથે અમરેલી ગ્રામ્ય વિસ્તારામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઈવે બંધ થયો છે. નદી નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાઠી અને આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી વડેરા, નાના ભંડારિયા, સરંભડા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
કમોસમી વરસાદને લઈ ખેડૂતો મુશ્કેલીમાં
વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. સતત કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતિત છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાવડકામાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી બગસરા હાઈવે પર ધોધમાર વરસાદ અને ભારે પવનને લઈ વૃક્ષો ધરાશાયી થયા છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ સાથે જ દીવ, દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.