અમરેલીમાં ગુમ બે સગા ભાઇઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમરેલીના રાજુલાના મોરંગી ગામનો 6 વર્ષનો કૃણાલ વિજય મકવાણા અને 10 વર્ષનો મિત વિજય મકવાણા ગુમ થયા હતા. જે બાદ બંન્નેની શોધખોળ કરવામાં આવી ત્યારે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં બંન્નેના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે મૃતદેહ પર સામાન્ય ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા .જેને લઈ બંન્નેના મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી


અમરેલીના મોરંગીમાં ગુમ બે સગા ભાઇઓના મૃતદેહો તળાવમાંથી મળી આવ્યા હતા. 6 વર્ષીય કૃણાલ મકવાણા, 10 વર્ષીય મિત મકવાણાના મૃતદેહો મળી આવ્યા હતા. બંન્ને બાળકોના શરીર પર સામાન્ય ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે બંન્નેના મૃતદેહોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.


આ મહિનાની શરૂઆતમાં જ અમરેલીના ખાંભાના સમઢીયાળ  સરાણીયા પરિવારના ત્રણ સભ્યો નદીમાં ડૂબી ગયા હતા. નદી કાંઠે પુત્ર જતાં તેને બચાવવા માટે બહેન પિતા પાણીમાં પડ્યા હતા. પિતા, પુત્ર, પુત્રી ત્રણેય પાણીમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યા છે. ખાંભા પોલીસની મદદથી સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી મૃતકોને બહાર કાઢ્યા હતા. મૃતકનો પરિવાર નદી કાંઠે રહેતો હતો. પિતા, પુત્ર અને પુત્રીની ડેડબોડી પી.એમ માટે ખાંભા હોસ્પિટલ લઈ જવામાં આવી છે.


ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે તળાવમાંથી નીકળતી નદીમાં ન્હાવા ગયેલા બાળકો ડૂબી ગયા હતા. બાળકો નદીમાં ડૂબતા હતા ત્યારે નજીકમાં કામ કરતી બાળકીની નજર પડતાં તેમણે પરિજનોને જાણ કરી હતી.જે બાદ પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બન્ને બાળકોને બહાર કાઢ્યા હતા. બાળકોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા. 7 વર્ષના મહાવીર અને 8 વર્ષીય ધવલના મોત અરેરાટી મચી ગઈ છે. તો બીજી તરફ બે બાળકોના મોતથી પરિજનોમાં ગમગમીનો માહોલ છે. હાલમાં બન્ને મુતદેહોને પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા.  ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડમા યુવકના આપઘાતની રહસ્યમય ઘટના સામે આવતા ચકચાર મચી છે. યુવકની ગળેફાસો ખાઈને આત્મહત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતા યુવકનું નામ નીતિન પરમાર હોવાનું સામે આવ્યું છે