શોધખોળ કરો

પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ

Amul cattle feed price hike: દૂધના ખરીદ ભાવમાં થયેલા વધારાનો ફાયદો પશુદાણની મોંઘવારીએ છીનવી લીધો, આજથી જ નવા અને આકરા ભાવ લાગુ થતાં માલધારીઓમાં ભારે નારાજગી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમૂલે પશુદાણ (પશુ આહાર) ના ભાવમાં ₹150 નો વધારો કર્યો.
  • બફેલો સ્પેશિયલ, સુપ્રીમ માસ્ટર, સુપ્રીમ ગોલ્ડ, પાવર દાણ, વાછરડા દાણ મોંઘા થયા.
  • દૂધના ભાવ વધારાનો લાભ પશુદાણ મોંઘા થતાં ઓછો થયો.
  • વધતા ખર્ચથી પશુપાલકોને વ્યવસાય ટકાવી રાખવો મુશ્કેલ બનશે.

Amul cattle feed price hike: ગુજરાતના પશુપાલકો માટે એક માઠા સમાચાર આવી ગયા છે. અમૂલ ડેરીએ હજુ થોડા સમય પહેલાં જ દૂધના ખરીદ ભાવમાં વધારો કરીને પશુપાલકોને જે ખુશી આપી હતી, તેના પર હવે પાણી ફરી વળ્યું છે. અમૂલે પશુદાણ (પશુ આહાર) ના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. 50 કિલોની પશુદાણની બોરી (ગુણી) પાછળ સીધો ₹150 નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ આજથી જ અમલમાં આવી ગયા હોવાથી નાના-મોટા તમામ પશુપાલકો પર મોટો આર્થિક બોજો આવી પડ્યો છે.

કયા પશુદાણમાં કેટલો વધારો થયો?

ચાલો જાણીએ કયા પશુદાણમાં કેટલો ભાવ વધ્યો છે. અમૂલ દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ પત્રક મુજબ:

પશુપાલકોમાં સૌથી વધુ વપરાતા 'બફેલો સ્પેશિયલ' પશુદાણની 50 કિલોની ગુણીનો ભાવ પહેલા ₹1815 હતો, જે હવે ₹150 વધીને સીધો ₹1965 થઈ ગયો છે.

તેવી જ રીતે 'સુપ્રીમ માસ્ટર' ની 50 કિલોની ગુણીનો ભાવ પણ ₹150 વધીને ₹1980 પર પહોંચી ગયો છે.

આ ઉપરાંત 'સુપ્રીમ ગોલ્ડ' ની 30 કિલોની ગુણીમાં ₹105 નો વધારો (નવો ભાવ ₹939) કરવામાં આવ્યો છે.

'પાવર દાણ' ની 70 કિલોની બોરીમાં ₹140 નો વધારો (નવો ભાવ ₹2248) ઝીંકાયો છે.

'વાછરડા દાણ' ની 25 કિલોની બોરીમાં ₹91 નો વધારો થતાં નવો ભાવ ₹875 થઈ ગયો છે.

આ પણ વાંચોઃ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ

દૂધના વધેલા ભાવ દાણ ખાઈ ગયું!

અમૂલના આ અચાનક લેવાયેલા નિર્ણયથી પશુપાલકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. માલધારીઓનું સ્પષ્ટ કહેવું છે કે, "દૂધના ભાવ વધારાથી જે થોડો ઘણો ફાયદો થવાનો હતો, તે તો આ મોંઘા દાણે જ ખાઈ લીધો!" એક તરફ લીલા અને સૂકા ઘાસચારાના ભાવ આસમાને છે, અને હવે પશુ આહાર પણ મોંઘો થતાં દૂધ ઉત્પાદન પાછળનો ખર્ચ સતત વધી રહ્યો છે.

મોટાભાગના પશુપાલકોની આવકનો મુખ્ય આધાર દૂધનું વેચાણ જ હોય છે. જો ખર્ચ આ જ રીતે વધતો રહેશે, તો દૂધનો વ્યવસાય ટકાવી રાખવો તેમના માટે ઘણો મુશ્કેલ બની જશે. હાલમાં તો પશુપાલકો એવી જ આશા રાખી રહ્યા છે કે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમૂલ ડેરી પોતાના આ ભાવ વધારાના નિર્ણય પર ફેરવિચારણા કરે અને તેમને થોડી રાહત આપે.

Frequently Asked Questions

અમૂલ દ્વારા પશુદાણના ભાવમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે?

અમૂલ દ્વારા 50 કિલોની પશુદાણની બોરી (ગુણી) દીઠ ₹150 નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ તાત્કાલિક અમલમાં આવ્યા છે.

અમૂલના કયા પશુદાણના ભાવમાં વધારો થયો છે?

'બફેલો સ્પેશિયલ' અને 'સુપ્રીમ માસ્ટર' ની 50 કિલોની ગુણીના ભાવમાં ₹150 નો વધારો થયો છે. 'સુપ્રીમ ગોલ્ડ' (30 કિલો) માં ₹105, 'પાવર દાણ' (70 કિલો) માં ₹140 અને 'વાછરડા દાણ' (25 કિલો) માં ₹91 નો વધારો થયો છે.

પશુદાણના ભાવ વધારાથી પશુપાલકો પર શું અસર થશે?

પશુદાણ મોંઘું થવાથી પશુપાલકો પર આર્થિક બોજો વધ્યો છે. દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં દૂધનો વ્યવસાય ટકાવી રાખવો મુશ્કેલ બની શકે છે.

શું પશુપાલકો અમૂલ પાસેથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે?

હા, પશુપાલકો વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમૂલ ડેરી ભાવ વધારાના નિર્ણય પર પુનર્વિચારણા કરે અને તેમને રાહત આપે તેવી આશા રાખી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather : ગુજરાતમાં મોનસૂનની ક્યારે એન્ટ્રી, 12 જૂનથી આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather : ગુજરાતમાં મોનસૂનની ક્યારે એન્ટ્રી, 12 જૂનથી આ જિલ્લામાં વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ
Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
IND A vs AFG A: અફઘાનિસ્તાને બીજી વનડે જીતી; વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ
IND A vs AFG A: અફઘાનિસ્તાને બીજી વનડે જીતી; વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ
શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; રાહુલ દ્રવિડના પુત્રને મળ્યો મોકો; જુઓ કોણ બન્યું કેપ્ટન
શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; રાહુલ દ્રવિડના પુત્રને મળ્યો મોકો; જુઓ કોણ બન્યું કેપ્ટન
ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને આપ્યો 350 રનનો લક્ષ્યાંક, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી
ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને આપ્યો 350 રનનો લક્ષ્યાંક, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી
Embed widget