શોધખોળ કરો

દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો

દિવાળી પહેલાં જ મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા પર પડ્યો છે. તહેવારોની ખરીદી વચ્ચે અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમૂલે દિવાળી પહેલાં ઘી-બટરના ભાવ વધાર્યા, બજેટ ખોરવાયું.
  • ઘી પ્રતિ કિલો 50 રૂપિયા, બટર 15 રૂપિયા મોંઘું થયું.
  • તહેવારોમાં વપરાશ વધતા મધ્યમવર્ગ પર વધારાનું ભારણ.

દિવાળી પહેલાં જ મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા પર પડ્યો છે. તહેવારોની ખરીદી વચ્ચે અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ મોંઘી થતાં હવે તહેવારની ખરીદી માટે ગ્રાહકોએ વધુ નાણાં ખર્ચવા પડશે.

અમૂલ દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ અમૂલના એક કિલો ઘી માટે ગ્રાહકોએ હવે 680 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અમૂલ પ્યોર ઘીના 500 ગ્રામના પાઉચમાં પણ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. માત્ર ઘી જ નહીં, અમૂલ દ્વારા બટરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બટરના 100 ગ્રામના પેકેટમાં 3 રૂપિયાનો અને 500 ગ્રામના પેકેટમાં 15 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.

દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ, ફરસાણ અને અન્ય વાનગીઓ બનાવવા માટે ઘી અને બટરનો વપરાશ વધતો હોય છે. તેવામાં તહેવાર પહેલાં જ ભાવવધારો થતાં મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચ પર વધારાનું ભારણ પડશે. એક તરફ તહેવારની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. આમ દિવાળી પહેલાં અમૂલના ઘી અને બટરના ભાવવધારાએ સામાન્ય ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે.                           

જોકે, સપ્ટેમ્બર 2025માં GST દરોમાં ઘટાડા પછી અમૂલે તેના લગભગ 700 ડેરી ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા હતા. ત્યારબાદ કંપનીએ 1 લિટર ઘીના પેકની કિંમત ₹650થી ઘટાડીને ₹610 અને 5 લિટર ટીનની કિંમત ₹3,275થી ઘટાડીને ₹3,075 કરી હતી. તેવી જ રીતે 100 ગ્રામ માખણના પેકની કિંમત ₹62 થી ઘટાડીને ₹58 અને 500 ગ્રામ પેકની કિંમત ₹305થી ઘટાડીને ₹285 કરવામાં આવી હતી. 

ધ ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, અમૂલના ઓનલાઇન પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારના ઘીના ભાવ પણ જોવા મળ્યા છે. ગાયનું ઘી ₹740 પ્રતિ લિટર, સાગર ઘી ₹710, શુદ્ધ, પ્યોર ઘી ₹700 અને ભેંસનું ઘી ₹720 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. જોકે, ઓનલાઈન પ્લેટફોર્મ પર શુદ્ધ ઘી, ભેંસનું ઘી અને કોમ્બો પેક જેવા કેટલીક વેરાયટી આઉટ ઓફ સ્ટોક છે. જે સીઝન દરમિયાન પુરવઠાના દબાણનો સંકેત આપે છે.

Frequently Asked Questions

અમૂલે દિવાળી પહેલાં કઈ વસ્તુઓના ભાવ વધાર્યા છે?

અમૂલે દિવાળી પહેલાં ઘી અને બટરના ભાવમાં વધારો કર્યો છે. આ વધારાથી સામાન્ય જનતા અને ગૃહિણીઓના બજેટ પર અસર પડશે.

અમૂલ ઘીના ભાવમાં કેટલો વધારો થયો છે?

અમૂલ ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારા બાદ એક કિલો અમૂલ ઘી માટે ગ્રાહકોએ હવે 680 રૂપિયા ચૂકવવા પડશે.

અમૂલ બટરના ભાવમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે?

અમૂલ બટરના 100 ગ્રામના પેકેટમાં 3 રૂપિયાનો અને 500 ગ્રામના પેકેટમાં 15 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.

દિવાળી પહેલાં થયેલા આ ભાવ વધારાની શું અસર થશે?

દિવાળીમાં મીઠાઈ અને ફરસાણ બનાવવા માટે ઘી અને બટરનો વપરાશ વધે છે. આ ભાવવધારાને કારણે મધ્યમવર્ગીય પરિવારો પર વધારાનું આર્થિક ભારણ પડશે અને ગૃહિણીઓની ચિંતામાં વધારો થશે.

Advertisement

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Embed widget